ઘટના@વલસાડ: 29 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર ઘટના

તેણે પંખાના હુક સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી હતી.
 
 રિપોર્ટ@સુરત: હોસ્પિલના ડોક્ટરે સુસાઈડ નોટ લખીને ડાબા હાથ પર ઇન્જેન્કશન મારી આપઘાત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના સરસ્વતીનગર સરકારી કોલોનીમાં રહેતા 29 વર્ષીય અનુપમ ગંગાપ્રસાદ અવસ્થીએ શુક્રવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેણે પંખાના હુક સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી હતી.

આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકે સંતોષ ચંદ્રશેખર પાંડેએ અકસ્માત મોતની જાણ કરી હતી. સંતોષ પાંડેએ જણાવ્યું કે તેઓ અનુપમ અવસ્થી સાથે પૂજાપાઠના કામ માટે આવતા-જતા હતા. ઘટનાના એક દિવસ પહેલાં રાત્રે અનુપમે સંતોષ પાંડેના ઘરે આવી બીજા દિવસે ગૃહપ્રવેશના કાર્યક્રમમાં પંડિત તરીકે જવાનું હોવાનું જણાવ્યું હતું. જોકે, બીજા દિવસે સવારે અનુપમનો ફોન ન લાગતા સંતોષ પાંડેએ તેમના પુત્રને તેને બોલાવવા મોકલ્યો હતો. રૂમનું બારણું ન ખુલતા શંકા પેદા થઈ હતી.

બપોરે ગૃહપ્રવેશ હવન દરમિયાન સંતોષ પાંડેને તેમની પત્ની પ્રતીમાબેનનો ફોન આવ્યો કે અનુપમે રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. સંતોષ પાંડે, રૂમમાલિક, વાપી ટાઉન પોલીસની ટીમ અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને CHC ચલાસા ખાતે લાશના PMની કાર્યવાહી માટે મોકલાવ્યો હતો. જાહેરાત આપતા સંતોષ પાંડે અને મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે અનુપમ અવસ્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. વાપી ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.