ઘટના@સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી

આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગૂંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
 
 ઘટના@સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. સુરત શહેરમાથી આગ લાગવાની ભયાનક ઘટના સામે આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી છે. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી.

ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. 11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતા ફાયરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગૂંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે. આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે, નુકસાનીનો ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ જ સામે આવી શકશે.