ઘટના@અમદાવાદ: ગરબા આયોજકે આપઘાત કર્યો, કયા કારણે આવું પગલું ભર્યું ?

મૃતક પાસેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે.
 
ઘટના@અમદાવાદ: એક ગરબા આયોજકે ગળાફાંસો ખાધો, કયા કારણે આવું પગલું ભર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અમદાવાદ શહેરથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના વટવા GIDCમાં એક ગરબા આયોજકે ગળાફાંસો ખાધો છે. મૃતક પાસેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે. આ અંગે વટવા GIDC પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ગઈકાલે બપોરથી સાંજ સુધીના સમય દરમિયાન વટવા GIDCના મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી દુકાનમાં મયંક પરમારે ગળાફાંસો ખાઈ લીધો હતો. મયંક પરમારે હાથીજણ સર્કલ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ નામના ગરબાનું આયોજન કર્યું હતું. સાંજે જ્યારે આસપાસના લોકોને જાણ થઈ ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પાસેથી નાની ડાયરીના 3 પાનાંની સુસાઇડ પણ મળી છે.

આ અંગે વટવા GIDC પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ પરમારે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. સુસાઇડ નોટમાં કોના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો નથી. સુસાઇડ નોટ અંગે તપાસ કરવામાં આવશે. આ મૃતકે કયા કારણથી આપઘાત કર્યો એની પણ તપાસ કરાશે.