ઘટના@મોરબી: 29 વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કર્યો

યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  મોરબી રોડ પર વેલનાથપરામાં 29 વર્ષિય રાજેશ કોળી નામના યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કર્યો.  પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર વેલનાથપરામાં આવેલ કૈલાશ પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશભાઈ વેલજીભાઈ જાટ ગઈ મોડી રાત્રે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આજે વહેલી સવારે તેમનો ભત્રીજો તેઓને જગાડવા જતા કાકાને ફાંસો ખાધેલી હાલતમાં જોતા આક્રંત મચાવ્યો હતો. બાદમાં 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર યુવક મજુરીકામ કરતો અને સંતાનમાં 1 પુત્રી છે. તેઓના ત્રણ વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.