બનાવ@દ્વારકા: પિતાએ 2 વર્ષની માસુમ બાળકીને ઉંધી લટકાવી માર મારતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું

દ્વારકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. દ્વારકામાં રહેતા એક મજૂર પરિવારના શખ્સ દ્વારા ગતરાત્રે પોતાની બે વર્ષની માસુમ બાળકીને ઉંધી લટકાવી, અને માર મારતા આ બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
ભારે કમકમાટીભર્યા આ બનાવની વિગત એવી છે કે દ્વારકામાં ઇસ્કોન ગેઈટ નજીક રાવડા તળાવ પાસે રહેતા રમેશ ડુંગર પરમાર કે જેને સંતાનમાં ચાર પુત્ર તેમજ એક પુત્રી હોય.

આ શખ્સ દ્વારા ગતરાત્રિના સમયે તેની બે વર્ષની માસુમ પુત્રી રોશનીને કોઈ કારણોસર પોતાના હાથમાં લીધા બાદ માસુમ બાળાને મારી નાખવાના ઈરાદાથી તેણીના પગ પર ઉંધી લટકાવી અને વારંવાર નીચે પછાડતા બે વર્ષની આ માસુમ બાળકી આ પ્રકારનો અમાનુષી ત્રાસ સહન કરી શકી ન હતી અને થોડી જ વારમાં તેણીને મોઢામાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણીનું મૃત્યુ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના મૂળ રહીશ અને દ્વારકામાં હાલ દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે પોલીસ ચોકી નજીક રહી અને છૂટક મજૂરી કામ કરતા દેવીપુજક દાતણીયા પરિવારના અજય વિઠલભાઈ સોલંકી (ઉ.વ. 28) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ગત મોડી રાત્રિના સમયે આરોપી રમેશ ડુંગર પરમાર સામે મનુષ્યવધની કલમ 302 હેઠળ ગુનો નોંધી.

આ પ્રકરણમાં પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા પિતાના હાથે પુત્રીની હત્યાનું કારણ જાણવા સહિતના મુદ્દે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી, આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી રમેશ પરમારની પત્ની છેલ્લા કેટલાક દિવસોથી તેનું ઘર છોડીને જતી રહી છે. ત્યારે નિર્દય પિતા દ્વારા માસુમ પુત્રીની આ પ્રકારે કરવામાં આવેલી હત્યાના બનાવથી દ્વારકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.