બનાવ@સુરત: એક જ પરિવારના 3 સભ્ય દ્વારા સામૂહિક આપઘાત, કયા કારણે આવું પગલું ભર્યું ?

 પોલીસે ઘટનાસ્થળે પહોંચી 
 
બનાવ@સુરત: એક જ પરિવારના 3 સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કર્યો,  કયા કારણે આવું પગલું ભર્યું ? 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યા બનાવો દિવસે-દિવસે વધતા જાય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આત્મહત્યા અંગે પિનાકીનપરમાર જણાવ્યું કે લીબાયાતામાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર A-56માં એક પરિવારના 3 સભ્યોઓએ આપઘાત કર્યો છે. પોલીસ તાત્કાલિક  જગ્યા ઉપર આવી તપાસ કરતા 3 ડેડબોડી મળી આવી. એમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતિ જીલા, તેની પત્ની નિર્મલ અને 7 વર્ષના દીકરાનો સમાવેશ થાય છે. 

DCP એ વધી તપાસમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કોઈ કારણસર પત્ની અને દીકરાની હત્યા કર્યા બાદ તેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘરની તપાસ દરમિયાન એક ચીઠ્ઠી પણ મળી આવી છે. એમાં આપઘાત પહેલા થોડાક વિડીઓ પણ બનવ્યા છે. 

તેમને વધુમાં જણાવ્યું હતું કે. મોબાઇલમાંથી મળી આવેલા વિડીઓ તેણે તેની માતૃભાષા તેલુગુમાં બનાવ્યો છે. હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સામુહિક  આપઘાતના કેસમાં પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.