ઘટના@સુરત: પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ.500 અને રૂ.200ની ચલણી નોટ મુકી
વિદ્યાર્થીએ લખાણ લખ્યું હોવાનું સામે આવ્યું
Dec 20, 2023, 21:04 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીની નવી કરતૂત ઝડપાઇ છે. પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ.500 અને રૂ.200ની ચલણી નોટ મુકી હતી. તો પરીક્ષામાં ઘણા સમયથી નાપાસ થતો હોવાનું પણ વિદ્યાર્થીએ લખાણ લખ્યું હોવાનું સામે આવ્યું છે.
ઉત્તરવહી ચકાસનાર પ્રોફેસરે વિદ્યાર્થીને શૂન્ય માર્ક્સ આપ્યા હતા. તો આ કરતૂત કરવા બદલ વિદ્યાર્થીને યુનિવર્સિટીએ રૂ.500નો દંડ ફટકાર્યો હતો. ઉત્તરવહીમાંથી મળેલી ચલણી નોટો વિદ્યાર્થીને પરત કરાઇ હતી. આ મામલે હવે યુનિવર્સિટી કડક પગલાં ભરી શકે છે.