ઘટના@સુરત: જર્મન શેફરર્ડે 7 વર્ષના બાળક પર અચાનક હુમલો કર્યો

બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો
 
ઘટના@સુરત: જર્મન શેફરર્ડે 7 વર્ષના બાળક પર અચાનક હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાથી ફરી એકવાર પાલતુ પ્રાણીઓથી ચેતવા જેવી ઘટના સામે આવી છે. સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રુદમણિ સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારે આ હુમલા માટે સીધો આક્ષેપ પાલતુ શ્વાનના માલિક પર કર્યો છે.

તેમના દ્વારા જ શ્વાનને હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પરિવારે માત્ર પોલીસમાં જ નહીં પણ પાલિકા કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. આ સાથે જ શ્વાનના માલિકો તરફથી કૂતરોનો આજ રીતે ફરશે, તમે અમારૂ કંઈ નહિ ઉખેડી શકો તેવી ધમકીઓ મળી હોવાના પણ ગંભીર આરોપો લગાવ્યા છે. ઘટનાને નજરે જોનારે કહ્યું કે, કૂતરો બાળક ઉપર હતો અને બાળક રહી રહ્યું હતું. માંડ-માંડ બાળક બચ્યું છે. આ તો મોટું બાળક હતું અને અમારે તો નાના બાળકો છે, જો તેઓને કરડ્યું હોત તો તેતો મરી જાત.

પીડિત બાળકના પરિવારે આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશન, પાલિકા કમિશનર અને પાલિકાના આરોગ્ય અધિકારીને લેખિત અરજી કરી છે. પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે જોવું એ રહ્યું કે, તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે.