ઘટના@રાજકોટ: ઇન્સ્ટાગ્રામ-ક્વીન 'તોફાની રાધા'એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી
ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું
Feb 22, 2025, 15:26 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રાજકોટ શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું .
પિતાને પણ ફોન કરી હું જાઉં છું કહી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.