ઘટના@વડોદરા: 4 વર્ષની બાળકી ચોકલેટની સાથે LED બલ્બ ગળી ગઈ
પરિવારને 5 રૂપિયાની ચોકલેટ 35 હજારમાં પડી હતી.
Mar 22, 2025, 08:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માતા-પિતા માટે સાવધાની રાખવા જેવી ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના ડેસર ગામમાં એક 4વર્ષની બાળકી રમવાના ઉત્સાહમાં ચોકલેટની સાથે LED બલ્બ ગળી ગઈ હતી. બાળકી માર્કેટમાંથી ચોકલેટ લઇને આવી હતી.
જેની સાથે રમકડાથી લાઇટ ફ્રી આવી હતી જે ગળી ગયાની પરિવારને જાણ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
એક કલાક ચાલેલી સર્જરી બાદ બાળકીના પેટમાંથી બલ્બ બહાર કાઢી પીડા મુક્ત કરી હતી. પરિવારને 5 રૂપિયાની ચોકલેટ 35 હજારમાં પડી હતી.