મોંઘવારી@રાજકોટ: દૂધનો ભાવ આસમાને: 70 રૂપિયે લીટર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ: શહેરમાં મોંઘવારીનો વધુ એક માર. અમૂલ બાદ હવે ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવ વધારી દીધા છે.રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ શહેરની 650 ખાનગી ડેરીઓમાં છૂટક વેચાતા દૂધમાં પ્રતિ લીટર 2 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં રોજનું 3 લાખ લીટર છૂટક દૂધનું વેચાણ થાય છે.નવા ભાવ આ મુજબ:1. 4 ફેટ સુધીનું દૂધ:
જૂનો ભાવ: 30 થી 35 રૂપિયા
નવો ભાવ: 32 થી 37 રૂપિયા (2 રૂપિયા વધારો)2. 4 થી 6 ફેટ સુધીનું દૂધ:
જૂનો ભાવ: 58 થી 66 રૂપિયા
નવો ભાવ: 62 થી 70 રૂપિયા (4 રૂપિયા વધારો)ગ્રાહકો પર અસર:
દૂધની કિંમત વધતા સામાન્ય પરિવારના માસિક બજેટ પર 200 થી 400 રૂપિયાનો વધારાનો બોજ પડશે. ખાસ કરીને ચા-નાસ્તાની કીટલીઓ અને રોજ 2-3 લીટર દૂધ લેતા પરિવારોને આ ભાવ વધારો સીધો અસર કરશે. તહેવારની સિઝન બાદ ભાવ વધતા ગ્રાહકોમાં નારાજગી છે.
સૂત્રોનું કહેવું છે કે પશુ આહાર અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાને કારણે ભાવ વધારો કરવો પડ્યો છે.

