ગુનો@મોરબી: અમારી શેરીમાંથી કેમ નીકળે છે કહીને ઇસમે સ્થાનિક મહિલાને માર્યો માર

. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોરબીના ઉમીયાનગરમાં 'અમારી શેરીમાથી કેમ નીકળે છે' કહી ઇસમે મહિલાને માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.મોરબીના ઉમિયાનગરમાં રહેતા અનિતાબેન જેસીંગભાઇ સોલંકી એ આરોપી લલિત રાઠોડ વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૩ના રોજ સવારના સમયે મોરબી-૨, ઉમીયાનગર શકિત ચેમબર પાછળ ખાતે આવેલા તેમના ઘરે જતા હતા.એ સમયે તેમની આગળની શેરીમાં પહોંચતા ત્યાં રહેતા આરોપી લલિત રાઠોડના પત્ની રવિનાબેન તેના મકાનના દરવાજા પાસે ઉભેલા હતા.રવિનાબેને અનિતાબેનને બોલાવીને એવું કહ્યું હતું કે, મારી દીકરી જ્યારે તમારા મકાનની બાજુમાંથી નીકળે છે ત્યારે તમારી બંને દીકરીઓ ગાળો આપે છે. જેથી તમે તમારી બંને દીકરીઓને સમજાવી દેજો. એ સમયે અનિતાબેને કહ્યું હતું કે, મારી દીકરીઓ કોઈ દિવસ ગાળો ન આપે તેવી વાતચીત કરતા હતા ત્યારે રવિનાબેનના પતિ આરોપી લલિત ત્યાં આવ્યા હતા અને તેણે અનિતાબેનને એવું કહ્યું હતું કે, તને અહીં અમારી શેરીમાંથી નીકળવાની ના પાડેલ છે તેમ છતાં તું કેમ અમારી શેરીમાંથી નીકળે છે.

જેથી અનિતાબેને કહ્યું હતું કે, શેરી તો જાહેર રસ્તો છે. તમે અમારી શેરીમાંથી નીકળો ત્યારે અમે તમને ક્યાં ના પાડીએ છીએ. તેમ કહેતા આરોપી લલિત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અનિતાબેન સાથે બોલાચાલી કરી તેમને ગાળો ભાંડી હતી. જેથી અનિતાબેનને ગાળો આપવાની ના પાડતા આરોપી લલિતે તેના ઘરમાંથી એક લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને લલિતાબેનને બેફામ માર માર્યો હતો. જેને પગલે અનિતાબેનના ડાબા હાથે, બંને પગે અને માથામાં આરોપી લલિતે ધોકો ફટકારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે.