જાણીલો@ગુજરાત: હવેથી મનરેગાના "અટલ રીપોર્ટ" સીધા કેન્દ્રિય સચિવ ટીમ સમક્ષ મુકાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મનરેગા અનેક વૈવિધ્યપૂર્ણ રીપોર્ટ ગુજરાતના જિલ્લાઓ અને પાટનગર ગાંધીનગર સુધી પહોંચતાં હોય છે. જેમાં હવે વધારો કરીને મનરેગાના અટલ રીપોર્ટ દિલ્હી સ્થિત મંત્રાલયના સચિવો સમક્ષ મૂકવામાં આવશે. મનરેગામાં થતી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર મામલે નાગરિકોની રજૂઆતો, ફરિયાદો કે પછી દેખીતાં ભ્રષ્ટાચાર મામલે અટલ રીપોર્ટ સચિવની ટીમ સુધી જશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મનરેગા વિભાગ છે અને અહીં સચિવ સાથેની આખી ટીમ કાર્યરત છે. ત્યારે ગુજરાતના જિલ્લાઓમાં મનરેગાની ઉત્તમ કામગીરી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરતી કામગીરીનો અટલ રીપોર્ટ દિલ્હી પહોંચી જશે. જાણીએ સમગ્ર અહેવાલ કે, કઈ રીતે અસરકારક બનશે.
ગુજરાતના કેટલાક એવા જિલ્લા છે કે, જ્યાં મનરેગાની બેસુમાર ગ્રાન્ટ આવતી હોય છે ત્યારે આ જિલ્લાઓમાં અઢળક ગ્રાન્ટ સામે મટીરીયલ કામો અસંખ્ય કરાય છે. અનેક જગ્યાએ તો રાજકીય અને બિનરાજકીય લોકોની મટીરીયલ એજન્સીઓ કાર્યરત છે. આથી આ જિલ્લામાં અનેક વખત સામે આવ્યું છે કે, સ્થળ ઉપર કામો ના હોય અથવા જોગવાઈ મુજબ ના હોય અને ચુકવણા થાય છે. વળી સૌથી મોટો મુદ્દો રેશિયાનો પણ બને છે ત્યારે ગાંધીનગરથી વારંવાર સુચનાઓ છૂટે છે. આ સંબંધિત અટલ સમાચાર રીપોર્ટ હવે ગાંધીનગર સાથે દિલ્હી સ્થિત મનરેગાના સચિવ સમક્ષ પણ જવા જોઈએ. અગત્યની વાત એ પણ છે કે, જોબકાર્ડ ધારકોને તમામ વિગતો ખ્યાલ ના હોઈ સમસ્યા વધે છે. આથી જોબકાર્ડ ધારકો, લાભાર્થીઓ અને જાગૃત નાગરિકોને કેવી રીતે દિલ્હી જતો અટલ રીપોર્ટ મદદરૂપ બની જશે તે સમજીએ.
સૂત્રોએ જણાવ્યું કે, ગાંધીનગર ગ્રામ વિકાસ કમિશનર ખાતે પણ મનરેગા યુનિટ કાર્યરત છે. અહીં પણ મોનિટરીંગ, તપાસ અને વિજિલન્સ વ્યવસ્થા છે પરંતુ આ સાથે દિલ્હી સ્થિત મનરેગા વિભાગમાં પણ મોટી વ્યવસ્થા છે. ઘણીવખત અહિંના સમાચાર રીપોર્ટ દિલ્હી સ્થિત મંત્રાલયના સચિવો સુધી પહોંચી શકતા ના હોઈ ધ્યાને ચડતાં નથી. હવે આ બાબતે વ્યવસ્થા કામ કરી શકે છે. એક કે, નાગરિક તરીકે તમે મનરેગાના પોર્ટલ ઉપર સુધી કેન્દ્ર સરકારમાં ફરિયાદ આપી શકો અને બીજી કે, અટલ રીપોર્ટ સચિવની આખી ટીમ સમક્ષ સીધા મેઈલ દ્વારા વંચાણે મૂકાશે. આવી સ્થિતિમાં બંને રીતે કેન્દ્રિય ટીમ સમક્ષ રજૂઆત/વિગતો વિના વિલંબે જશે અને ઝડપથી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે.