ઘટના@રાજકોટ: મેટોડામાં સમાધાન માટે બોલાવેલા જમાઈને સાથે કઈક એવું કર્યું જાણીને નવાઈ લાગશે
ચાર શખ્સોએ રૂમમાં પુરી ઢીકાપાટુંનો મારમારી ધમકી આપી હતી
Aug 9, 2023, 13:07 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભક્તિનગર સોસાયટીમાં રહેતાં દિપ ભાવિનભાઈ મોઢા ના લગ્ન બે વર્ષ પહેલાં મેટોડામાં રહેતી ધ્વનિ સાથે થયાં હતાં. તેમને સંતાનમાં બે પુત્રો છે.તેમની પત્નીને ઘરકામ કરવું ન હોય અને બાળકોને ફિડિંગ પણ ન કરાવતી હોય જેથી દંપતી વચ્ચે ઝઘડો થતાં તેની પત્ની બે દિવસ પહેલાં માવતરે રિસામણે ચાલી ગઈ હતી.જે બાદ તેના મામાજીએ તેને સમાધાન માટે ઘરે બોલાવી રૂમમાં પુરી બેફામ ઢીકાપાટુંનો મારમાર્યો હતો, અને અમે કહીએ તેટલું જ કરવાનું કહીં ધમકી આપી રૂમમાં પુરી દિધો હતો. બાદમાં ઇજાગ્રસ્ત યુવકને તક મળતાં ત્યાંથી બાઇક લઈ નાસી છૂટ્યો હતો અને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી વધું તપાસ હાથ ધરી હતી