ઘટના@વલસાડ: શિવાલયમાં પૂજા કરતાં વૃદ્ધ ઢળી પડ્યા અને મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
વૃધ્ધ ભક્તજનને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાતાં મંદિરમાં આવેલા દર્શનાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. યુવકે CPR પણ આપ્યો રેસર્સ કલબના કાર્યકર હિતેશ સુરતી પણ શિવજીની પૂજા અને દર્શન માટે આવ્યા હતા.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં પુરુષોમાં હાર્ટએટેકની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી પુરુષોમાં હાર્ટએટેકની ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હાર્ટએટેકની ઘટના સામે આવી છે. વલસાડ તાલુકાના પારનેરા અતુલ ગામે સેકન્ડ ગેઇટ પર 65 કિશોરભાઇ પટેલ વિવિધ ચીજવસ્તુઓના રિપેરિંગનું કામ કરે છે.દરમિયાન તેઓ પારનેરા ડુંગરે મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન માટે ગયા હતાં.તેઓ શિવાલયમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે અચાનક નીચે ઢળી પડ્યા હતા.જેને લઇ મંદિરમાં દોડધામ મચી ગઇ હતી.
મંદિરના ગર્ભગૃહમાં હાજર રહેતાં ભક્તોએ પણ કિશોરભાઇ તરફ દોડી જઇ તેમને બચાવવા પ્રયાસ કર્યા હતા.છાતીમાં દુ:ખાવો થતાં કિશોરભાઇને એમ્બ્યુલન્સમાં નજીકના હોસ્પિટલમાં લિ જવામાં આવ્યા હતા જ્યાં ચેક કરતા તબીબે વૃધ્ધને મૃત જાહેર કર્યા હતા. વૃધ્ધ ભક્તજનને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાતાં મંદિરમાં આવેલા દર્શનાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી.
યુવકે CPR પણ આપ્યો રેસર્સ કલબના કાર્યકર હિતેશ સુરતી પણ શિવજીની પૂજા અને દર્શન માટે આવ્યા હતા.તેઓ આવા કિસ્સામાં વ્યક્તિને કેવી રીતે સીપીઆર આપવો તે બાબતના જાણકાર હતાં.તેમણે તરત ઢળી પડેલા વૃધ્ધને જોતાં દોડી આવી સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.