ઉત્તર ગુજરાતઃ ‘કલ્પવૃક્ષ’ નામની થીમ સાથે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો 32 માં યૂથ ફેસ્ટિવલ જે.જે વોરાએ ખુલ્લો મૂક્યો

વિદ્યાર્થીઓ પર્યાવરણનું જતન કરે તથા કલ્પવૃક્ષ જેવા ગુણો જીવનમાં ઉતારે તે હેતુસર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા મહોત્સવનું નામકરણ ‘કલ્પવૃક્ષ’ કરાયું છે. 
 
patan

અટલ સમાચાર, ડેસ્ક 


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે આજે 32 માં યૂથ ફેસ્ટિવલને કુલપતિ પ્રો. જે જે વોરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘કલ્પવૃક્ષ’ નામ સાથે આ યૂથ ફેસ્ટિવલની થીમને જોડવામાં આવી છે. કલ્પવૃક્ષ હિન્દુ પુરાણો જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મમાં આલેખાયેલ એક ઈચ્છા-પૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ છે. યુવાનોના સ્વપ્નને પણ ઉડાન હોવાથી પોતાની અંદર રહેલી કળા અને સંગીતને યૂથ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમ દ્વારા બહાર લાવતા હોય છે. વૃક્ષો પર્યાવરણનું અભિન્ન અંગ છે અને ભારતીય સંસ્કૃતિમાં તેનું આગવું સ્થાન રહેલું છે. વિદ્યાર્થીઓ પર્યાવરણનું જતન કરે તથા કલ્પવૃક્ષ જેવા ગુણો જીવનમાં ઉતારે તે હેતુસર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા મહોત્સવનું નામકરણ ‘કલ્પવૃક્ષ’ કરાયું છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આજે ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેલા ફિલ્મના કલાકારો નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી, અને રામ મોરીએ જણાવ્યું હતું કે, તેમણે પણ કારકિર્દીની શરૂઆત યૂથ ફેસ્ટિવલથી કરી હતી. યુવાનો માટે આ પ્લેટફોર્મ માત્ર તેમની સ્કિલને બહાર લાવવાનું જ નહીં પરંતુ કારકિર્દીની મજબૂત શરૂઆત પણ કરાવે છે. આ પ્રસંગે યુનિવર્સિટી કારોબારી સભ્ય દિલીપ ચૌધરી, શારીરિક શિક્ષણ નિયામક ચિરાગ પટેલ, યુનિવર્સિટીના રજીસ્ટાર ડૉ. ડી એમ પટેલ, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પ્રોફેસર મીરાબેન તથા ભાવેશ પટેલ સહિત યુનિવર્સિટીના શૈક્ષણિક- વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

PATAN UNIVERCITY

આ પ્રસંગે યુનિવર્સિટીની ઉપલબ્ધિ વિષે કુલપતિ પ્રો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શિક્ષણની સાથે સમાજસેવામાં પણ અગ્રિમ રહે છે. યુનિવર્સિટીએ કોરોનાકાળ દરમ્યાન ઑક્સીજન પ્લાન્ટ, 30 હજાર જેટલી સેનિટાઈઝર બોટલનું વિતરણ કર્યું હતું. ઉપરાંત સમયાંતરે યુવાનોમાં સંસ્કાર સિંચન હેતુથી ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન, આવિષ્કાર, યુગાંતર, નવી શિક્ષણનીતિ જેવા સેમિનાર કર્યા છે. તો વળી પર્સનાલિટી ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો પણ ચલાવે છે. વિદ્યાર્થીઓને કોરોના સામે વેક્સિન લેવા પણ અનુરોધ કરી યૂથ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવનાર સૌને આવકાર્યા હતા. ત્રણ દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં યૂથ ટેલેન્ટસને લગતી વિવિધ ઇવેન્ટ્સમાં નૃત્ય, નાટક, કંઠ્ય અને તાલસંગીત જોવા મળશે. યુવા પ્રતિભા ગ્રુપ સોંગ, ક્લાસિકલ ડાન્સ, આદિવાસી નૃત્ય, માઈમ, મિમિક્રી, ડિબેટ, સ્પોટ ફોટોગ્રાફી, પોસ્ટર મેકિંગ, રંગોળી, કાર્ટુન જેવી ઇવેન્ટ્સમાં કરતબ બતાવશે.