રોજગાર@વલસાડ: પરીક્ષા વિના નોકરીની તક! મધ્યાહ્ન ભોજન યોજનામાં આવી ભરતી

અરજી કરવાની અંતિમ તારીખ 21 જુલાઇ 2023 છે.
 
અછત@બનાસકાંઠા: શાળામાં વેકેશન છતાં મધ્યાહ્ન ભોજન ચાલુ રાખવા આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રાથમિક શાળામાં બાળકો માટે માંધ્યાનાભોજન યોજન કેટલાય સમયથી ચાલી રહી છે.સરકાર દ્વારા આ યોજના માધ્યમિક શાળાના બાળકોને સારું ને સ્વચ્છ ભોજન મળી રહે માટે ચાલુ કરવામાં આવી છે.રાજયની તમામ શાળાઓમાં આ યોજના હાલના સમયમાં ચાલી રહી છે.બાળકોને ભોજનની સપાસ કરવા માટે સુપરવાયજર આવતા હોય છે.વલસાડમાં નોકરી બાબતે જાહેરાત બહાર પાડવામાં આવી છે,જે લોકોને નોકરીની જરૂર હોય તેવા લોકો જલદી અરજી કરો.વલસાડ જિલ્લામાં મિડ ડે મિલ સ્કીમ હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવાઇ છે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇના રોજ એટલે કે આજે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 21 જુલાઇ 2023 છે.પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.આ માટે ઉમેદવારોએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પગારધોરણ

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર - 10,000 રૂપિયા

તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર - 15,000 રૂપિયા

લાયકાત અને ખાલી જગ્યાઓ

આ બંને પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે જેની માહિતી અહીં નીચે આપેલી નોટિફિકેશનમાં તમે જોઇ શકો છો. આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની 01 તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 05 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

આ રીતે કરો અરજી

આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે.

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.

આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.