જાણો@ગુજરાત: આ ટિપ્સનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી લેપટોપની બેટરીને ચલાવી શકશે

લેપટોપના બેકગ્રાઉન્ડમાં ચાલતા એપ્સને બંધ રાખો. 
 
જાણો@ગુજરાત: આ ટિપ્સનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી લેપટોપની બેટરીને ચલાવી શકશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લેપટોપની બેટરીની એવરેજ લાઈફ લગભગ 3-4 વર્ષની હોય છે. ત્યારબાદ બેટરીની કેપેસિટી ઓછી થવા લાગે અને બેટરી જલ્દી ખતમ થઈ જાય છે. લેપટોપના હાર્ડવેયરની સેટિંગ્સ સારી ન હોવાને કારણે પર બેટરી જલ્દી ખતમ થવાની શરુઆત થાય છે. લેપટોપનો ઉપયોગ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખીને બેટરી લાઈફ વધારી શકાય છે.

લેપટોપની બેટરીને 0 ટકા સુધી ડિસ્ચાર્જ ન થવા દો. બેટરીને 0 ટકા સુધી ડિસ્ચાર્જ કરવાથી બેટરીની કેપેસિટી ઓછી થઈ જાય છે. તેથી જ્યારે બેટરી 20 ટકા સુધી પહોંચે ત્યારે તેને ચાર્જિંગ પર લગાવો. બેટરીને 100 ટકા સુધી ચાર્જ કરવાને બદલે 80 ટકા સુધી ચાર્જ કર્યા બાદ તેને બંધ કરી દો.

બેટરીને ગરમ જગ્યા પર ન રાખો. ગરમીમાં બેટરીનો પાવર ઓછો થઈ જાય છે. લેપટોપનો સતત ઉપયોગ ન કરો. લેપટોપના સતત ઉપયોગને કારણે બેટરી હીટેડ રહે છે અને જલ્દી ખતમ થઈ જાય છે. તેવામાં લેપટોપને યૂઝ કરતી વખતે થોડા સમય પર બ્રેક લેતા રહો.

લેપટોપના બેકગ્રાઉન્ડમાં ચાલતા એપ્સને બંધ રાખો. બેકગ્રાઉન્ડના બીનઉપયોગી એક્ટિવ એપ્સ બેટરી લાઈફને ઓછી કરે છે. એકવાર લેપટોપ હાર્ડવેયર સેટિંગ્સને ચેક કરો. લેટપોટ હાર્ડવેયરમાં સેટિંગ્સ કરીને તમે બેટરી લાઈફ વધારી શકો છો.