જાણો@ગુજરાત: આધાર નંબરના દુરુપયોગની ચિંતા સતાવે છે? આ 5 સ્ટેપ ફોલો કરો અને સુરક્ષિત બનાવો

આધાર લોક/અનલોક કરવાની પ્રક્રિયા
 
આધાર કાર્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વ્યક્તિ તેના ડેટાની સુરક્ષા અને ગોપનીયતા વિશે સૌથી વધુ ચિંતિત હોય છે. આ માટે UIDAI આધાર નંબરની સુરક્ષા વધારવા માટે આધાર નંબરને લોક અને અનલૉક કરવાની વ્યવસ્થા પ્રદાન કરી રહ્યું છે. આધાર વપરાશકર્તાઓ UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.myaadhaar.uidai.gov.in અથવા mAadhaar એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના UIDને લોક કરી શકે છે.

એકવાર લૉક થઈ ગયા પછી તેઓ OTP અને અન્ય ચકાસણી પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકતા નથી.

આ માટે પહેલા આધારને ફરીથી અનલોક કરવું પડશે. જો તમે તમારો મોબાઈલ લૉક કરો છો તો તમે તેને અનલૉક કર્યા વિના તેનો ઉપયોગ કરી શકતા નથી તેવીજ રીતે આધાર પણ કામ કરે છે. એટલે કે આ પછી કોઈ પણ વ્યક્તિ આધાર અનલોક કર્યા વિના કોઈપણ પ્રક્રિયા કરી શકશે નહીં.

આધાર લોક/અનલોક કરવાની પ્રક્રિયા

  1. UID લોક કરવા માટે વ્યક્તિ પાસે 16 અંકનો VID નંબર હોવો આવશ્યક છે. જો તેની પાસે પહેલેથી VID નથી તો તેઓ SMS અથવા UIDAI વેબસાઇટનો ઉપયોગ કરીને VID નંબર મેળવી શકે છે.
  2. તે પછી તમારે UIDAIની વેબસાઇટ https://resident.uidai.gov.in/aadhaar-lockunlock પર જવું પડશે.
  3. હવે તમારે માય આધાર પેજ પર જવું પડશે અને ત્યાં UID નંબર સાથે જરૂરી વ્યક્તિગત વિગતો ભરવી પડશે અને OTP જનરેટ કરવો પડશે.
  4. OTP વેરીફાઈ કર્યા બાદ વ્યક્તિનું આધાર કાર્ડ લોક થઈ જાય છે.
  5. તમને જણાવી દઈએ કે અહીં પણ આ જ પ્રક્રિયા અનલોક કરવા માટે કરવી પડશે.

વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને UID નંબર સાથે વ્યક્તિગત વિગતો ભરવી પડશે. ત્યારબાદ OTP વેરિફિકેશન પછી આધાર કાર્ડ ફરીથી અનલોક થઈ જાય છે. આ સેવા mAadhaar સેવા એપ પર પણ ઉપલબ્ધ છે.

VID મેળવવા માટે SMS સેવાનો ઉપયોગ કરી શકાય

જો કોઈ વ્યક્તિ તેની VID ભૂલી જાય છે અને UID લોક કરવા માંગે છે, તો તેને એક વિકલ્પ મળે છે. તે 16 અંકની VID મેળવવા માટે SMS સેવાનો ઉપયોગ કરી શકે છે અને પછી તેને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર VID મળે છે. તેના માટે તેણે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1947 પર SMS મોકલવાનો રહેશે. RVID જગ્યા UID ના છેલ્લા 4 અથવા 8 અંકો ઉદાહરણ તરીકે- RVID 1234 રહેશે.