જાણો@ગુજરાત: ઠંડીની સિઝનમાં બજારમાં મૂળા જોવા મળતા હોય છે,જાણી લો ખાવાનો સાચો સમય કયો ?

પોષક તત્વોથી ભરપૂર હોય છે મૂળા
 
 જાણો@ગુજરાત: ઠંડીની સિઝનમાં બજારમાં મૂળા જોવા મળતા હોય છે,જાણી લો  ખાવાનો સાચો સમય કયો ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઠંડીની સિઝનમાં બજારમાં મૂળા જોવા મળતા હોય છે. મૂળાનું સેવન તમે અનેક રીતે કરી શકો છો. મૂળામાંથી પરાઠા, શાક તેમજ બીજી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. મૂળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. મૂળા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને શરદી-ખાંસીમાંથી બચાવવાનું કામ કરે છે. મૂળા સ્વાદિષ્ટ તો હોય છે પરંતુ મૂળા ખાવાનો પણ એક સાચો સમય હોય છે.

આમ, શરીરમાં આ તકલીફ હોય તો મૂળાનું સેવન કરવુ જોઇએ નહીં.
 

મૂળા ખાવાથી પેટમાં ગેસ જેવી સમસ્યા પણ થતી હોય છે. ઘણાં લોકોને મૂળા ખાવાથી આખો દિવસ ગંદા ઓડકાર આવતા હોય છે. આ માટે મૂળા ખાવાનો પણ એક સાચો સમય હોય છે. આ વિશે વૈઘ આર્યુવેદિક કન્સલ્ટન્ટ અને પંચકર્મ સ્પેશિયાલિસ્ટ ડો.અંકિત અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પર મૂળા ખાવાની સાચી રીત અને સમય વિશે વાત કરી છે. તો જાણો આ વિશે વધુમાં..

પોષક તત્વોથી ભરપૂર હોય છે મૂળા

મૂળામાં ભરપૂર માત્રામાં રિબોફ્લેવિન, નિયાસિન, વિટામીન સી, વિટામીન બી6, ફોલેટ, પોટેશિયમ, આયરન, ફાઇબર જેવા અનેક પ્રકારના ગુણો હોય છે. આ કારણે ઠંડીમાં મૂળાનું સેવન દરેક લોકોએ કરવુ જોઇએ. મૂળા ખાવાથી લોહીની ઉણપ પૂરી થાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.