આરોગ્ય@શરીર: ડાર્ક સર્કલથી કેવી રીતે છુટકારો મેળવવો, જાણો કેટલાક ઉપાયો
લેપટોપ, ફોનને તમારાથી દુર રાખો
Oct 31, 2023, 09:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને વીડિયો દ્વારા જણાવી રહ્યા છીએ જે આંખોની નીચેના સર્કલને દૂર કરવામાં અસરકારક છે. જેના માટે આ વીડિયો જરુર જુઓ. લોકો જલ્દી સ્ટાઈલિશ દેખાવવા માટે અનેક પ્રયોગ કરે છે પરંતુ આ બધુ કેટલું યોગ્ય છે તે આજના અમારા વીડિયો દ્વારા તમે જાણી શકશો.
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આંખની અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે ડાર્ક સર્કલ, આંખોની આસપાસ સોજો, કરચલીઓ થવી સામાન્ય છે. આના ઘણા કારણો હોઈ શકે છે. આમાંનું સૌથી સામાન્ય કારણ કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવું અને બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલને અનુસરવું હોઈ શકે છે. જો તમારી આંખોની નીચે ઘણા બધા ડાર્ક સર્કલ છે તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો જાણીએ તેની સારવાર શું છે.
ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે લોકો અનેક રીતો અપનાવે છે. કોઈ મેકઅપ દ્વારા પોતાના ડાર્ક સર્કલ છુપાવે છે તો કોઈ કોસ્મેટિકનો સહારો લે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે કઈ રીતે તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો.