બનાવ@માળીયા: ટેઈલરે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા 1નું મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. આ બનાવોમાં કેટલાક લોકો મોતને ભેટતા હોય છે. માળીયાના હોનેસ્ટ હોટલ સામે ટેઈલરના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ માળિયાના જુના અંજીયાસર ગામે રહેતા ફારુકભાઈ નિઝામભાઈ મોવરે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનાભાઇ રમજાનભાઈ (ઉ.૨૩) અને રજાકભાઈ કાદરભાઈ મોવર બંને પલ્સર જીજે ૨૭ બીસી ૧૫૭૫ વાળું લઈને અંજીયા સરથી માળિયા મોટર સાઈકલ આપવા માટે જતા હોય દરમિયાન માળિયા નજીક હાઇવે પર હોનેસ્ટ હોટલ પાસે પહોચતા ટેઈલરના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવીને ડબલ સવારી બાઈકને હડફેટે લેતા રજાકભાઈને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રમજાનભાઈને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.