દુર્ઘટના@ગુજરાત: ડમ્પર ચાલકે ગાયને અડફેટે લેતાં મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 ઘટના સ્થળે ગાયનું મોત નીપજ્યું
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. માંગરોળ તાલુકામાંથી પસાર થતા ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરી માર્ગ ઉપર આસરમા ગામ પાસે પૂરપાટ ઝડપે બેફામ દોડતા  ડમ્પર ચાલકે ગાયને અડફેટે લેતા ઘટના સ્થળે ગાયનું મોત નીપજ્યું હતું.

જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. આસારમા ગામના આદિવાસી પશુપાલક દિનેશભાઈ સોમાભાઈ વસાવાની માલિકીની ગાયને ખેતરમાં ઘાસચારો ચરાવી ઘરે લઈ જતા હતા. ત્યારે ઝંખવાવથી કોસંબા તરફ સ્ટોન ક્વોરીનુ મટીરીયલ ભરીને બેફામ પૂરપાટ ઝડપે આવી રહેલ અશોક લેલન ટ્રક ડમ્પરના ચાલકે ગાયને અડફેટે લીધી હતી અને દૂર સુધી માર્ગ પર ગાયને ઘસડી હતી. આ સમયે ગાયને ગંભીર ઇજાઓ થતા ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સ્થાનિક ગામના યુવાનો વિશ્વજિતસિંહ વશી તેમજ અન્ય લોકો મદદ દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના અંગે પશુપાલકે માંગરોળ પોલીસને જાણ કરી હતી બીજી તરફ આકસ્માતની ઘટનાથી વ્યથિત થયેલા ગ્રામજનોએ જણાવ્યું કે રહેણાંક વિસ્તાર હોવા છતાં સરકારના નીતિ નિયમોનો ભંગ કરી હેવી ટ્રક ડમ્પર ચાલકો બેફામ હંકારી અકસ્માતો સર્જી રહ્યા છે અગાઉ પણ નાના મોટા અકસ્માતો થયા હતા.

ત્યારે ફરી કોઈ નિર્દોષ વ્યક્તિ અથવા પશુ અકસ્માતનો ભોગ ન બને તે માટે બેફામ દોડતા ટ્રક ડમ્પરના ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર અને સરકારી તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.