ગુનો@મોરબી: સોનું લઈ ફરાર થયેલ આરોપી ઝડપાયો, જાણો પછી શું થયું ?

પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી 
 
ગુનો@મોરબી: સોનું લઈ ફરાર થયેલ આરોપી ઝડપાયો, જાણો પછી શું થયું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા જ હોય છે.  દિન-પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધતી જ જાય છે. મોરબી શહેરના સનાળા રોડ પર આવેલા શક્તિ પ્લોટ વિસ્તારમાં શાંતિ નિકેતન મકાનમાં રહેતા વિરલભાઇ મનહરભાઈ આડેસરા એ વર્ષ 2021 માં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર રહે. હાલ ગાંધી બજાર હવેલી શેરી મોરબી મૂળ રહે પશ્ચિમ બંગાળ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

જણાવ્યું હતું કે તેઓએ તેમજ મોરબીના અન્ય સોની વેપારીઓએ સોનાના ઘરેણા બનાવવા માટે છેલ્લા એકાદ વર્ષથી અંદર કટકે-કટકે આ કારીગરને 420 ગ્રામ જેટલું સોનું આપ્યું હતું. જેની સરેરાશ બજાર કિંમત 12,60,000 રૂપિયા થઈ છે તે સોનાની છેતરપિંડી કારીગર દ્વારા કરવા આવેલ છે.

જેથી સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે આપેલું સોનું લઈને નાસી ગયેલા બંગાળી સોની કારીગર સામે હાલમાં સોની વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર  રહે.

ખાનાકુલ, ચંદકુંડુ, મારોખાના, હુગલી, પશ્વીમ બંગાળ વાળો હાલમાં સુરત ખાતે હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળતા સુરત હીરા બજારમાંથી આરોપીને ઝડપી લેવામાં આવેલ છે અને હાલમાં આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા અને એ.ડી.જાડેજા તેમજ સ્ટાફના રામભાઈ મંઢ, જયેશભાઇ વાઘેલા, વિક્રમભાઈ રાઠોડ સહિતની ટીમે કરી હતી


વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી આરોપી નાસતો ફરતો હતી જેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મૂળ રાજસ્થાનના રહેવાસી આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ રાવ રહે.

હાલમાં તળાજા નજીક આવેલ ચામુંડા હોટલ જિલ્લા ભાવનગર વાળની ત્યાંથી મોરબી એલસીબીની ટીમે ધરપકડ કરીને આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે.