જાણો@ગુજરાત: ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરી શકે કે નહીં? આ માટે કોઈ નિયમ છે કે નહીં?

ટિકિટ ન હોવાથી તમારે દંડ ભરવો પડશે
 
જાણો@ગુજરાત: કોઈ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરી શકે કે નહીં? આ માટે કોઈ નિયમ છે કે નહીં? 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તહેવાર દરમિયાન ટ્રેનમાં બુકિંગ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આવા સમયે પ્રશ્ન એ થાય કે, શું કોઈ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરી શકે કે નહીં? આ માટે કોઈ નિયમ છે કે નહીં? સામાન્ય રીતે જો કોઈ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરતા પકડાય તો તે દંડનીય અપરાધની શ્રેણીમાં આવે છે.

લાંબી કે ટૂંકી મુસાફરી હોય લોકો ટ્રેનમાં યાત્રા કરવાનું પસંદ કરે છે. ટ્રેનમાં મુસાફરી કરવા પાછળ ઘણા કારણો પણ છે. ટ્રેનમાં આરામદાયક સીટ, AC ની સુવિધા, કેટરિંગની સુવિધા સહિત અન્ય ઘણી સુવિધાનો સમાવેશ થાય છે. જે લોકોને ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો તેના માટે પહેલેથી ટિકિટ બુક કરવી પડે છે. આ ઉપરાંત ઘણા રૂટ તો એવા છે જેમાં લોકોએ મહિનાઓ પહેલા ટિકિટ બુક કરાવવી પડે છે. પરંતુ દરેક લોકોને ટ્રેનની ટિકિટ મળી જાય તે થોડું અશક્ય છે.

ખાસ કરીને તહેવાર દરમિયાન ટ્રેનમાં બુકિંગ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આવા સમયે પ્રશ્ન એ થાય કે, શું કોઈ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરી શકે કે નહીં? આ માટે કોઈ નિયમ છે કે નહીં? સામાન્ય રીતે જો કોઈ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરતા પકડાય તો તે દંડનીય અપરાધની શ્રેણીમાં આવે છે. ભારતીય રેલવેના નિયમ મૂજબ, જો તમે ટિકિટ વગર મુસાફરી કરો છો અને પકડાઈ જાઓ છો તો તમને દંડ કે જેલની સજા અથવા બંને થઈ શકે છે.

જરૂરી કામ માટે આ રીતે યાત્રા કરી શકાય

જો ક્યારેક તમારે અચાનક કોઈ જરૂરી કામ માટે ટ્રેનમાં મુસાફરી કરવાની થાય છે તો જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ નથી, તો તમારી મદદ પ્લેટફોર્મ ટિકિટ કરી શકે છે. તેથી તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. ટ્રેનમાં ચડ્યા બાદ તમારે સૌથી પહેલા TTE ને મળવું પડશે અને તેને જણાવવું પડશે કે, તમારે કોઈ અગત્યના જરૂરી કામને કારણે અચાનક યાત્રા કરવી પડી રહી છે.

ટિકિટ ન હોવાથી તમારે દંડ ભરવો પડશે

ત્યારબાદ TTE તમારે જે સ્ટેશન પર ઉતરવાનું છે ત્યાનું જેટલું ભાડું થાય છે તે પ્રમાણે એક ટ્રેનની ટિકિટ બનાવી આપશે, જેના રૂપિયા તમારે આપવાના રહેશે. તમારી પાસે કન્ફર્મ ટિકિટ ન હોવાથી તમારે દંડ પણ ભરવો પડશે. આવી રીતે તમે ટ્રેનમાં તમારી યાત્રા કરી શકો છો. આ ઉપરાંત જો ટ્રેનમાં કોઈ સીટ ખાલી હશે, તો તમે TTE સાથે વાત કરીને તે ખાલી સીટ પણ મેળવી શકો છો.