વેપાર@ગુજરાત: ભારે વરસાદ અને પૂરના કારણે શાકભાજીના ભાવમાં મોટો વધારો
એક તરફ લોકોને વરસાદથી સર્જાયેલી મુશ્કેલી
Updated: Aug 30, 2024, 08:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એક તરફ મેઘરાજાનો માર અને હવે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મફતમાં મંગાતી કોથમીરના અમદાવાદમાં 220થી 250 જ્યારે રાજકોટમાં 400 રૂપિયે કિલો છે. અમદાવાદમાં ફ્લાવર 80થી 100 જ્યારે રાજકોટમાં 200થી 300ના ભાવે વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં ટામેટાનો ભાવ 40થી 50 જ્યારે રાજકોટમાં 60 રૂપિયા છે.
અમદાવાદમાં મરચાં 50થી 60 રૂપિયા જ્યારે રાજકોટમાં 100 રૂપિયા ભાવ છે. અમદાવાદમાં આદુનો ભાવ 180થી 190 જ્યારે રાજકોટમાં 200 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એક તરફ લોકોને વરસાદથી સર્જાયેલી મુશ્કેલી વચ્ચે શાકભાજીના ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ વેપારીઓ પાણી વચ્ચે પણ માલ લાવી પેટિયું રળવા મજબુર છે.