કાયદો@અમદાવાદ: ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર તૂટી પડ્યું, ફતેવાડીમાં બે માળનું બિલ્ડિંગ ધ્વસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં કેટલાય વિસ્તરોમાં ગેરકાયદે મકાનની બધાણી કરવામાં આવી રહી છે.સરકાર તેમને જાહેર નોટીસ આપ્યા છતાં પણ લોકો ધ્યાનમાં લેતા નથી.તે ગેરકાયદે મકાન બાધકામ ચાલુજ રાખે છેવટે સરકાર કડક થાય છે,અને એ મકાનોને તોડી નાખવાનો આદેશ આપે છે.ગેરકાયદે બાંધેલા મકાન તોડી નાખવામાં આવે છે. અહી અમદાવા શહેરના મક્તમપુરામાં ફતેવાડી કેનાલ પાછળ ગેરકાયદે બે માળના ચાર મકાનો બનાવી દેવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં બેફામ રીતે થઇ રહેલાં ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિ.એ બુલડોઝર ફેરવવાનુ શરૂ કર્યુ છે તેમ છતાં ગેરકાયદે બાંધકામો કરનારા અટકવાનુ નામ લેતા નથી.મ્યુનિ.ના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરા વોર્ડમાં નોન ટીપી વિસ્તારનો લાભ લઇ કેટલાય તત્વો મનફાવે તેમ બાંધકામો કરી રહ્યાં છે. મક્તમપુરામાં ફતેવાડી કેનાલ પાછળ બે માળના ચાર મકાનો બનાવી દેવાયા હતા.
જેને અટકાવવા દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં બાંધકામ લગભગ પૂરૂ કરી નાખવામાં આવ્યુ હતુ અને નિર્દોષ નાગરિકોને વેચી મારવાની પેરવી ચાલતી હતી. તે પહેલાં મ્યુનિ.ને જાણ થતાં સરખેજ પોલીસનો બંદોબસ્ત મેળવી જેસીબી, હિટાચી મશીન સાથે સ્થળ ઉપર જઇ ચાર યુનિટને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશાલા સર્કલથી જુહાપુરા તરફ અને ફતેવાડી કેનાલ આસપાસ આવા અસંખ્ય બાંધકામો થઇ ચૂક્યા છે. જેને આજદિન સુધી તોડી શકાયા નથી.આ ઉપરાંત મ્યુનિ. એસ્ટેટ-ટીડીઓ ખાતાએ વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો તોડવાની ઝુંબેશના ભાગરૂપે એસ.જી.હાઇવે ઉપર ગુરૂદ્વારા નજીક કોમર્શિયલ પ્રકારનુ એક, બાપુનગર વિસ્તારમાં ઘનશ્યામ એસ્ટેટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનુ એક તથા વટવા વિસ્તારમાં કોમર્શિયલ પ્રકારના બે ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા.