ઘટના@નવાગામ: માનસીક બિમારીથી કંટાળી યુવકે શું કરવાનો પ્રયત્ન કર્યો,વધુ વિસ્તૃત રીતે જાણો

યુવક સેન્ટીંગ કામ કરતો અને ઘણાં સમયથી માનસીક બિમારીથી પીડિત હતો.
 
ગુજરાતઃ પત્નીના હત્યાના ગુનામાં પતિએ જેલમાં કરી લીધો આપઘાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.લોકો માનસિક રીતે અને બીજી કેટલીક બાબતોથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવાનો પ્રયત્ન કરે છે.લોકો  બીમારીથી કંટાળી પણ જીવન ટુંકાવા જેવું પગલું ભરે છે.રાજકોટમાંથી એક આવીજ ઘટના સામે આવી છે.રાજકોટ તા.8 :નવાગામમાં રંગીલા સોસાયટીમાં રહેતો યોગેશ ધીરુભાઈ રાજપરા આજે સવારે પત્ની ન્હાવા માટે ગયેલ બાદ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમની પત્ની જોઈ જતાં યુવકને નીચે ઉતારી યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત અનુસાર યુવક સેન્ટીંગ કામ કરતો અને ઘણાં સમયથી માનસીક બિમારીથી પીડિત હતો.જેની સારવાર પણ ચાલુ હતી અંતે બીમારીથી કંટાળીને પગલુ ભરી લીધુ હતું. યુવકના લગ્ન સાત માસ પહેલા જ થયા હતા અને ચાર ભાઈ બહેનમાં નાનો હતો.