ચૂંટણી@ગુજરાત: આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની 10 હજાર સીટનું પરિણામ જાહેર થશે, જાણો વધુ વિગતે

કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો જાહેર કરવામાં આવશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે.

આ ચૂંટણી જે પાર્ટી સૌથી વધુ પાલિકા-પંચાયતો જીતશે તેને 2027ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા મળવાનો રસ્તો સરળ બનશે. ભાજપ સામે 2021ના પરિણામો રીપિટ કરવાનો તો કોંગ્રેસ અને આપ માટે અસ્તિત્વનો પડકાર છે.