ધર્મ@ગુજરાત: પારધીએ ભગવાનના પગમાં બાણ માર્યું,તેથી ભાલકા તીર્થ સ્થળે શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ લીધો

પાંચ હજાર વર્ષ જૂની એ ગુફા છે જ્યાંથી બલરામજી પાતાળ લોક ગયા હતા.
 
ધર્મ@ગુજરાત: પારધીએ ભગવાનના પગમાં બાણ માર્યું,તેથી ભાલકા તીર્થ સ્થળે શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ લીધો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ શું આપ જાણો છો કે ભગવાન કૃષ્ણ અને સોમનાથ તીર્થ ભૂમિ વચ્ચે ગાઢ સંબંધ હતો.!!કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા.એમ પણ કહેવાય છે કે, સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનું પુરાણોમાં ઉલ્લેખ છે.

સોમનાથ મહાદેવ મંદિરથી 4 કિલોમીટર દૂર વેરાવળ શહેરમાં ભાલકા તીર્થધામ આવેલું છે. ભાલકા તીર્થ નામ શેના પરથી પડ્યું..? ભાલકા એટલે ભાલુ અને શ્રીકૃષ્ણને જ્યાં તીર વાગ્યું આથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ કૌરવોના માતા ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે 'યાદવોનો અંદરો અંદર લડી નાશ થશે.'

સતી ગાંધારીએ આપેલા શ્રાપનાં કારણે ભગવાન કૃષ્ણ તમામ યાદવોને દ્વારિકાથી લઇ સોમનાથ નજીક ત્રીવેણી ઘાટ લઇ આવ્યા હતા. જ્યા યાદવો અંદરો અંદર પાણ નામની (નદીમાં થતી) વેલ (જે વઝર્વેલથી પણ ઓળખાય છે) આ વેલ દ્વારા લડી નાશ થયા તે તમામ યાદવોની મોક્ષગતી માટે ભગવાન શ્રીકૃષ્ણએ ત્રિવેણી ઘાટ ખાતે તર્પણ કરાવ્યું હતું. યાદવો અંદરો અંદર હણાયા બાદ ભગવાન કૃષ્ણ સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યાએ છે, ત્યાં પીપળાના વૃક્ષ નીચે પોતાની તમામ લીલા સમેટી પગ માથે પગ ચઢાવી આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથના દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનના પગમાં ચમકતા ચન્દ્રને હરણ સમજી તીર છોડતા ભગવાન શ્રીકૃષ્ણના પગ વીંધીને તીર તેમને કપાળમાં વાગ્યુ હતું. (જરા નામનો પારધી કોણ હતો.? રામા અવતારમાં ભગવાન શ્રીરામે વાલીને છળથી માર્યા હતા. આથી શ્રી રામે વાલીને વચન આપ્યું હતું કે, 'કૃષ્ણા અવતારમાં તું પારધી બનીશ. અને દ્વાપરમાં તારૂં તીર મારા મૃત્યુનું કારણ બનશે.')

ભગવાન શ્રીકૃષ્ણને તીર વાગ્યા બાદ તેઓએ સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની (યાદવા સ્થળી થઈ હતી તે જગ્યા પર) ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ભગવાનના મોટા ભાઈ બલરામ તેમને ત્રિવેણી ઘાટ લઇ ગયા હતા. જ્યા ભગવાન શ્રીકૃષ્ણ એ ઠીક બપોરે અઢી કલાકે અંતિમ શ્વાસ લીધો. જેથી તે સ્થળ આજે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીકૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકા રાખવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણના ગોલોક ધામ ગયા બાદ તેમના મોટા ભાઈ બલરામ પણ નાગ સ્વરૂપે થોડે દૂરથી જ દર મારફતે પાતાળલોક ગયા હોવાની વાયકા છે. આજે પણ સોમનાથ પાસે ભાલકા તીર્થ, ગોલોકધામ અને બલરામજીનું એ જ જગ્યા પર મંદિર આવેલું છે. પાંચ હજાર વર્ષ જૂની એ ગુફા છે જ્યાંથી બલરામજી પાતાળ લોક ગયા હતા.

સોમનાથ મંદિરથી બરાબર 1 કિલોમીટર દૂર દરિયામાંથી જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણ પર તીર છોડ્યું હતું તે જગ્યા પર શિવલિંગ પ્રગટ થયું હતું. આજે પણ તે જગ્યા પર શિવલિંગ મોજુદ છે. જેના દરિયામાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટે છે.