છેતરપિંડી@અમદાવાદ: 3 લોકો પાસેથી લક્ઝમબર્ગના વર્ક વિઝાના બહાને 12.25 લાખ પડાવ્યા

મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. અમદાવાદના શાસ્ત્રીનગરમાં રહેતી યુવતી સહિત 3 લોકો સાથે વિઝા કન્સલ્ટન્સીના માલિકે લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 12.25 લાખ રૂપિયા પડાવ્યા છે. જે લોકો પાસેથી પૈસા લીધા તે તમામ લોકોની ફાઇલ કેન્સલ થઈ હતી.ફાઇલ કેન્સલ થતા પૈસા માંગતા આરોપી અલગ અલગ બહાના બતાવતો હતો જે મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય કૃપા જોશી ખાનગી કંપનીમાં એચઆરની જોબ કરે છે. કૃપાને વિદેશ જવું હોવાથી ઓનલાઇન ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટન્સી કંપનીની જાહેરાત જોઈ ઓફિસ મળવા ગઈ હતી. આ દરમિયાન કૃપાને એક કર્મચારી મળ્યો હતો જેને લક્ઝમબર્ગના વિઝા કરી આપવાનું જણાવી વિઝા પેટે 9 લાખ ફી આપવા જણાવ્યું હતું. યુવતીએ ટુકડે ટુકડે 5.10 લાખ રૂપિયા આપ્યા હતા.

યુવતીનો સંપર્ક કન્સલ્ટન્સી કંપનીના માલિક વૈભવ શિંદે સાથે થયો હતો. યુવતીને વૈભવ શિંદેએ વિઝા માટે અલગ અલગ બહાના આપ્યા હતા. વૈભવે યુવતીની બે અલગ અલગ દેશની વિઝાની ફાઇલ મૂકી જે બંને ફાઇલ રિજેક્ટ થઈ હતી. જેથી યુવતીએ પૈસા પરત માંગ્યા હતા પરંતુ વૈભવ અલગ અલગ બહાના બતાવતો હાથોમાં દરમિયાન યુવતીને અન્ય બે વ્યક્તિ મળ્યા હતા, જેમની પાસેથી વિઝાના નામે 1.50 લાખ અને 5.65 લાખ રૂપિયા લીધા હતા. આમ કુલ 12.25 લાખ લઈને ત્રણ લોકોના વિઝા ન કરાવી આપતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.વૈભવ શિંદે વિરુદ્ધ અગાઉ પણ વિઝા અંગેની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.