મનોરંજન@મુંબઈ: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને મેક અપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્નના બંધનમાં બંધાયો

નવી શરૂઆત માટે શુભકામનાઓ આપી
 
મનોરંજન@મુંબઈ: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને મેક અપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્નના બંધનમાં બંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને મેક અપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે 24 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. મુંબઇમાં સલમાન અને અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે લગ્નની દરેક રસમો પૂરી થઇ ગઇ છે. લગ્નમાં અરબાઝ ખાનના દિકરા અરહાન ખાન પણ સાથે પહોંચ્યો હતો. અરબાઝ ખાન અને શુરા ખાનના લગ્નની પહેલી તસવીર આખરે સામે આવી ગઇ છે.

આ તસવીર હાલમાં સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. કપલ અરબાઝ અને શુરાની પહેલી તસવીર સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહી છે જે લોકોને ખૂબ પસંદ પડી રહી છે.


લગ્ન કર્યા પછી કપલ અરબાઝ ખાન અને શુરા ખાનની પહેલી તસવીર સોશિયલ મિડીયામાં સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરમાં અરબાઝએ ફ્લોરસ સૂટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યુ છે, જ્યારે શુરાએ લાઇટ પિંક કલરના ફ્લોરલ લહેંગામાં જોવા મળી છે. પત્ની શુરાએ લુકને કમ્પ્લીટ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા છે. અરબાઝ ખાનના લગ્ન મુંબઇમાં અર્પિતા ખાનના ઘરે થયા. તસવીરમાં અરબાઝ અને શુરા ખાનની સાથે દિકરો અરહાન ખાન પોઝ આપતો જોવા મળી રહ્યો છે.


અરબાઝ ખાને એની પત્ની શુરા ખાનની સાથે લગ્ન કર્યા પછી પહેલો રોમેન્ટિક ફોટો શેર કરીને લખ્યુ છે કે..મહેમાનોંની ઉપસ્થિતિમાં મેં મારા જીવનસાથી સાથે જિંદગીની એક નવી શરૂઆત કરી છે. અમારા આ ખાસ દિવસે તમારા આશીર્વાદ અને શુભકામનાઓની આવશ્યક્તા છે. તમને જણાવી દઇએ કે અરબાઝ અને શુરા ખાનની પહેલી મુલાકાત ફિલ્મ પટના શુક્લાના સેટ પર થઇ હતી.

ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સે દુલ્હા-દુલ્હનને નવી શરૂઆત માટે શુભકામનાઓ આપી. આ સમયે અર્પિતા ખાનના ઘરે સેલેબ્સે હાજરી આપીને કપલને શુભકામનાઓ પાઠવી. આ લગ્નમાં રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, રવીના ટંડન, ફરાહ ખાન, સાજિદ ખાન અને બીજા કેટલાક સિતારાઓએ હાજરી આપી હતી. હાલમાં અરબાઝ ખાનના લગ્ન પહેલાંની અને પછીની તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.