આફત@ભરૂચ: અનેક પશુઓ લાપત્તા, બાંધેલા પશુઓ તરફડિયાં મારીને મૃત્યુ પામ્યા, મોતના તાંડવથી હાહાકાર

આજથી 5 દિવસ પહેલાં જે વરસાદી માહોલ જામ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી   ભરૂચ જિલ્લામાં અચાનક આવેલી આફતથી ચારેકોર કોલાહલ અને ભયાનક મંજરનો હાહાકાર મચી ગયો છે. આ જળપ્રલય કુદરતી રીતે આવ્યું કે બેદરકારીના કારણે તે મુદ્દે ફેસબુકમાં જબરજસ્ત પોસ્ટ અને કોમેન્ટ થઈ રહી છે. તો સાથે સાથે સ્થાનિકો પશુઓની મોતના ભયાનક અને ચોંકાવનારા વિડિયો મૂકી ભરૂચ તેમજ અંકલેશ્વરમાં આવી પડેલી અણધારી આફત વિશે જણાવી રહ્યા છે. પાણીના આ તાંડવમાં સૌથી બિહામણું અને ડરામણું જો કોઈ દ્રશ્ય હોય તો તડફડિયા મારીને મોતને ભેટી પડેલા ભેંસ સહિતના પશુઓનુ છે. તમે કલ્પના ના કરી શકો એવી રીતે અને એકમાત્ર ઈશ્વરના ચમત્કારની આશા વચ્ચે દૂધાળા અને ચરતાં પશુઓના કરૂણ મોત થયા છે. આવી સ્થિતિમાં પશુપાલકોને પોતાનું પશુ ગુમાવવાનો અને આર્થિક ફટકો પડ્યો છે તો સાથે જીવદયાપ્રેમીઓમાં પણ સન્નાટો મચી ગયો છે. ભરૂચ જિલ્લામાં જળપ્રલયનો આ ચોંકાવનારો અહેવાલ..    આજથી 5 દિવસ પહેલાં જે વરસાદી માહોલ જામ્યો હતો અને મેઘરાજાની પધરામણીની શરૂઆત થઈ હતી તેનાથી દક્ષિણ ગુજરાતમાં ચેતવણી અને કાળજી બની હતી. જોકે કોઈને કલ્પના નહોતી કે, જળપ્રલય કુદરતી આવશે કે પછી માનવીય બેદરકારીથી આવશે? જોકે ખેડૂતો અને પશુપાલકોએ રાખવાની થતી હોય એટલી પૂર્વ તૈયારી રાખી હતી પરંતુ અચાનક એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ નર્મદા મૈયાના દર્શને આવેલા મુખ્યમંત્રી ટાણે તંત્રએ બે દિશામાં મહેનત કરી હતી. હવે આ દરમ્યાન ડેમના પાટીયા હોય કે અન્ય કોઈ રીતે પાણીનો પ્રવાહ કર્યો હોય અથવા કોઈ અન્ય કામગીરી થઈ હોય પરંતુ થયું એવું કે, ગણતરીના કલાકોમાં ભરૂચ અને અંકલેશ્વરમાં જળનું એવું તાંડવ સર્જાયુ કે, અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી તો ખેતરો પણ બોટમાં ફેરવાઇ ગયા. આ દરમ્યાન ખેતરમાં, વાડામાં, તબેલામાં કે અન્ય સ્થળોએ બાંધેલા અનેક પશુઓ જીવ બચાવવા તડફડિયા કરી રહ્યા હશે. આ પછી રાહત બચાવ કામગીરી અને જળપ્રલય શાંત થતાં જે પરિસ્થિતિ સામે આવી તે મોતનાં તાંડવ જેવી દેખાઈ. અનેક પશુઓના મોત થયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ઉભો પાક નિષ્ફળ ગયો અને હવે ગંદકીનો માર પણ સર્જાઈ ગયો છે.   સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરૂચ અને અંકલેશ્વરના અનેક ફેસબુક પેજ અને વ્યક્તિગત એકાઉન્ટમાં પશુઓના મોતના જે વિડિયો અને વિગતો રજૂ થઈ રહી છે તે હચમચાવી મૂકે તેવી છે. એકસાથે અનેક પશુઓ મોતના મુખમાં ધકેલાતા હશે ત્યારે આ બાંધેલા પશુઓના જીવ કેટલા તરફડિયાં મારતાં હશે? તેવા સવાલો સાથે પશુઓના મોતનો ભયંકર મંજર રજૂ થઈ રહ્યો છે. આટલું જ નહિ, હવે અનેક પશુઓ ગુમાવનાર પશુપાલકોની હાલત અને આવકનું એકમાત્ર જીવ નહિ રહેતાં કાળજાં કંપાવે તેવી નોબતનો ચિતાર પણ સોશિયલ મીડિયામાં મૂકાઇ રહ્યો છે. આ ઘટના વચ્ચે અનેક સ્થાનિકોમાં સવાલો છે કે, આ જળપ્રલયના જવાબદારો કોણ? કોની નિષ્ફળતા? કોની બેદરકારી? કોણે અને કેમ પૂર્વ તૈયારી કરી પશુઓના બચાવ માટે પ્લાનિંગ ના કર્યું ❓આ તમામ સવાલો જનમાનસમાં ઘુમી રહ્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ભરૂચ જિલ્લામાં અચાનક આવેલી આફતથી ચારેકોર કોલાહલ અને ભયાનક મંજરનો હાહાકાર મચી ગયો છે. આ જળપ્રલય કુદરતી રીતે આવ્યું કે બેદરકારીના કારણે તે મુદ્દે ફેસબુકમાં જબરજસ્ત પોસ્ટ અને કોમેન્ટ થઈ રહી છે. તો સાથે સાથે સ્થાનિકો પશુઓની મોતના ભયાનક અને ચોંકાવનારા વિડિયો મૂકી ભરૂચ તેમજ અંકલેશ્વરમાં આવી પડેલી અણધારી આફત વિશે જણાવી રહ્યા છે. પાણીના આ તાંડવમાં સૌથી બિહામણું અને ડરામણું જો કોઈ દ્રશ્ય હોય તો તડફડિયા મારીને મોતને ભેટી પડેલા ભેંસ સહિતના પશુઓનુ છે. તમે કલ્પના ના કરી શકો એવી રીતે અને એકમાત્ર ઈશ્વરના ચમત્કારની આશા વચ્ચે દૂધાળા અને ચરતાં પશુઓના કરૂણ મોત થયા છે. આવી સ્થિતિમાં પશુપાલકોને પોતાનું પશુ ગુમાવવાનો અને આર્થિક ફટકો પડ્યો છે તો સાથે જીવદયાપ્રેમીઓમાં પણ સન્નાટો મચી ગયો છે. ભરૂચ જિલ્લામાં જળપ્રલયનો આ ચોંકાવનારો અહેવાલ..

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી   ભરૂચ જિલ્લામાં અચાનક આવેલી આફતથી ચારેકોર કોલાહલ અને ભયાનક મંજરનો હાહાકાર મચી ગયો છે. આ જળપ્રલય કુદરતી રીતે આવ્યું કે બેદરકારીના કારણે તે મુદ્દે ફેસબુકમાં જબરજસ્ત પોસ્ટ અને કોમેન્ટ થઈ રહી છે. તો સાથે સાથે સ્થાનિકો પશુઓની મોતના ભયાનક અને ચોંકાવનારા વિડિયો મૂકી ભરૂચ તેમજ અંકલેશ્વરમાં આવી પડેલી અણધારી આફત વિશે જણાવી રહ્યા છે. પાણીના આ તાંડવમાં સૌથી બિહામણું અને ડરામણું જો કોઈ દ્રશ્ય હોય તો તડફડિયા મારીને મોતને ભેટી પડેલા ભેંસ સહિતના પશુઓનુ છે. તમે કલ્પના ના કરી શકો એવી રીતે અને એકમાત્ર ઈશ્વરના ચમત્કારની આશા વચ્ચે દૂધાળા અને ચરતાં પશુઓના કરૂણ મોત થયા છે. આવી સ્થિતિમાં પશુપાલકોને પોતાનું પશુ ગુમાવવાનો અને આર્થિક ફટકો પડ્યો છે તો સાથે જીવદયાપ્રેમીઓમાં પણ સન્નાટો મચી ગયો છે. ભરૂચ જિલ્લામાં જળપ્રલયનો આ ચોંકાવનારો અહેવાલ..    આજથી 5 દિવસ પહેલાં જે વરસાદી માહોલ જામ્યો હતો અને મેઘરાજાની પધરામણીની શરૂઆત થઈ હતી તેનાથી દક્ષિણ ગુજરાતમાં ચેતવણી અને કાળજી બની હતી. જોકે કોઈને કલ્પના નહોતી કે, જળપ્રલય કુદરતી આવશે કે પછી માનવીય બેદરકારીથી આવશે? જોકે ખેડૂતો અને પશુપાલકોએ રાખવાની થતી હોય એટલી પૂર્વ તૈયારી રાખી હતી પરંતુ અચાનક એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ નર્મદા મૈયાના દર્શને આવેલા મુખ્યમંત્રી ટાણે તંત્રએ બે દિશામાં મહેનત કરી હતી. હવે આ દરમ્યાન ડેમના પાટીયા હોય કે અન્ય કોઈ રીતે પાણીનો પ્રવાહ કર્યો હોય અથવા કોઈ અન્ય કામગીરી થઈ હોય પરંતુ થયું એવું કે, ગણતરીના કલાકોમાં ભરૂચ અને અંકલેશ્વરમાં જળનું એવું તાંડવ સર્જાયુ કે, અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી તો ખેતરો પણ બોટમાં ફેરવાઇ ગયા. આ દરમ્યાન ખેતરમાં, વાડામાં, તબેલામાં કે અન્ય સ્થળોએ બાંધેલા અનેક પશુઓ જીવ બચાવવા તડફડિયા કરી રહ્યા હશે. આ પછી રાહત બચાવ કામગીરી અને જળપ્રલય શાંત થતાં જે પરિસ્થિતિ સામે આવી તે મોતનાં તાંડવ જેવી દેખાઈ. અનેક પશુઓના મોત થયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ઉભો પાક નિષ્ફળ ગયો અને હવે ગંદકીનો માર પણ સર્જાઈ ગયો છે.   સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરૂચ અને અંકલેશ્વરના અનેક ફેસબુક પેજ અને વ્યક્તિગત એકાઉન્ટમાં પશુઓના મોતના જે વિડિયો અને વિગતો રજૂ થઈ રહી છે તે હચમચાવી મૂકે તેવી છે. એકસાથે અનેક પશુઓ મોતના મુખમાં ધકેલાતા હશે ત્યારે આ બાંધેલા પશુઓના જીવ કેટલા તરફડિયાં મારતાં હશે? તેવા સવાલો સાથે પશુઓના મોતનો ભયંકર મંજર રજૂ થઈ રહ્યો છે. આટલું જ નહિ, હવે અનેક પશુઓ ગુમાવનાર પશુપાલકોની હાલત અને આવકનું એકમાત્ર જીવ નહિ રહેતાં કાળજાં કંપાવે તેવી નોબતનો ચિતાર પણ સોશિયલ મીડિયામાં મૂકાઇ રહ્યો છે. આ ઘટના વચ્ચે અનેક સ્થાનિકોમાં સવાલો છે કે, આ જળપ્રલયના જવાબદારો કોણ? કોની નિષ્ફળતા? કોની બેદરકારી? કોણે અને કેમ પૂર્વ તૈયારી કરી પશુઓના બચાવ માટે પ્લાનિંગ ના કર્યું ❓આ તમામ સવાલો જનમાનસમાં ઘુમી રહ્યા છે.

આજથી 5 દિવસ પહેલાં જે વરસાદી માહોલ જામ્યો હતો અને મેઘરાજાની પધરામણીની શરૂઆત થઈ હતી તેનાથી દક્ષિણ ગુજરાતમાં ચેતવણી અને કાળજી બની હતી. જોકે કોઈને કલ્પના નહોતી કે, જળપ્રલય કુદરતી આવશે કે પછી માનવીય બેદરકારીથી આવશે? જોકે ખેડૂતો અને પશુપાલકોએ રાખવાની થતી હોય એટલી પૂર્વ તૈયારી રાખી હતી પરંતુ અચાનક એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ નર્મદા મૈયાના દર્શને આવેલા મુખ્યમંત્રી ટાણે તંત્રએ બે દિશામાં મહેનત કરી હતી. હવે આ દરમ્યાન ડેમના પાટીયા હોય કે અન્ય કોઈ રીતે પાણીનો પ્રવાહ કર્યો હોય અથવા કોઈ અન્ય કામગીરી થઈ હોય પરંતુ થયું એવું કે, ગણતરીના કલાકોમાં ભરૂચ અને અંકલેશ્વરમાં જળનું એવું તાંડવ સર્જાયુ કે, અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી તો ખેતરો પણ બોટમાં ફેરવાઇ ગયા. આ દરમ્યાન ખેતરમાં, વાડામાં, તબેલામાં કે અન્ય સ્થળોએ બાંધેલા અનેક પશુઓ જીવ બચાવવા તડફડિયા કરી રહ્યા હશે. આ પછી રાહત બચાવ કામગીરી અને જળપ્રલય શાંત થતાં જે પરિસ્થિતિ સામે આવી તે મોતનાં તાંડવ જેવી દેખાઈ. અનેક પશુઓના મોત થયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ઉભો પાક નિષ્ફળ ગયો અને હવે ગંદકીનો માર પણ સર્જાઈ ગયો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી   ભરૂચ જિલ્લામાં અચાનક આવેલી આફતથી ચારેકોર કોલાહલ અને ભયાનક મંજરનો હાહાકાર મચી ગયો છે. આ જળપ્રલય કુદરતી રીતે આવ્યું કે બેદરકારીના કારણે તે મુદ્દે ફેસબુકમાં જબરજસ્ત પોસ્ટ અને કોમેન્ટ થઈ રહી છે. તો સાથે સાથે સ્થાનિકો પશુઓની મોતના ભયાનક અને ચોંકાવનારા વિડિયો મૂકી ભરૂચ તેમજ અંકલેશ્વરમાં આવી પડેલી અણધારી આફત વિશે જણાવી રહ્યા છે. પાણીના આ તાંડવમાં સૌથી બિહામણું અને ડરામણું જો કોઈ દ્રશ્ય હોય તો તડફડિયા મારીને મોતને ભેટી પડેલા ભેંસ સહિતના પશુઓનુ છે. તમે કલ્પના ના કરી શકો એવી રીતે અને એકમાત્ર ઈશ્વરના ચમત્કારની આશા વચ્ચે દૂધાળા અને ચરતાં પશુઓના કરૂણ મોત થયા છે. આવી સ્થિતિમાં પશુપાલકોને પોતાનું પશુ ગુમાવવાનો અને આર્થિક ફટકો પડ્યો છે તો સાથે જીવદયાપ્રેમીઓમાં પણ સન્નાટો મચી ગયો છે. ભરૂચ જિલ્લામાં જળપ્રલયનો આ ચોંકાવનારો અહેવાલ..    આજથી 5 દિવસ પહેલાં જે વરસાદી માહોલ જામ્યો હતો અને મેઘરાજાની પધરામણીની શરૂઆત થઈ હતી તેનાથી દક્ષિણ ગુજરાતમાં ચેતવણી અને કાળજી બની હતી. જોકે કોઈને કલ્પના નહોતી કે, જળપ્રલય કુદરતી આવશે કે પછી માનવીય બેદરકારીથી આવશે? જોકે ખેડૂતો અને પશુપાલકોએ રાખવાની થતી હોય એટલી પૂર્વ તૈયારી રાખી હતી પરંતુ અચાનક એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ નર્મદા મૈયાના દર્શને આવેલા મુખ્યમંત્રી ટાણે તંત્રએ બે દિશામાં મહેનત કરી હતી. હવે આ દરમ્યાન ડેમના પાટીયા હોય કે અન્ય કોઈ રીતે પાણીનો પ્રવાહ કર્યો હોય અથવા કોઈ અન્ય કામગીરી થઈ હોય પરંતુ થયું એવું કે, ગણતરીના કલાકોમાં ભરૂચ અને અંકલેશ્વરમાં જળનું એવું તાંડવ સર્જાયુ કે, અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી તો ખેતરો પણ બોટમાં ફેરવાઇ ગયા. આ દરમ્યાન ખેતરમાં, વાડામાં, તબેલામાં કે અન્ય સ્થળોએ બાંધેલા અનેક પશુઓ જીવ બચાવવા તડફડિયા કરી રહ્યા હશે. આ પછી રાહત બચાવ કામગીરી અને જળપ્રલય શાંત થતાં જે પરિસ્થિતિ સામે આવી તે મોતનાં તાંડવ જેવી દેખાઈ. અનેક પશુઓના મોત થયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ઉભો પાક નિષ્ફળ ગયો અને હવે ગંદકીનો માર પણ સર્જાઈ ગયો છે.   સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરૂચ અને અંકલેશ્વરના અનેક ફેસબુક પેજ અને વ્યક્તિગત એકાઉન્ટમાં પશુઓના મોતના જે વિડિયો અને વિગતો રજૂ થઈ રહી છે તે હચમચાવી મૂકે તેવી છે. એકસાથે અનેક પશુઓ મોતના મુખમાં ધકેલાતા હશે ત્યારે આ બાંધેલા પશુઓના જીવ કેટલા તરફડિયાં મારતાં હશે? તેવા સવાલો સાથે પશુઓના મોતનો ભયંકર મંજર રજૂ થઈ રહ્યો છે. આટલું જ નહિ, હવે અનેક પશુઓ ગુમાવનાર પશુપાલકોની હાલત અને આવકનું એકમાત્ર જીવ નહિ રહેતાં કાળજાં કંપાવે તેવી નોબતનો ચિતાર પણ સોશિયલ મીડિયામાં મૂકાઇ રહ્યો છે. આ ઘટના વચ્ચે અનેક સ્થાનિકોમાં સવાલો છે કે, આ જળપ્રલયના જવાબદારો કોણ? કોની નિષ્ફળતા? કોની બેદરકારી? કોણે અને કેમ પૂર્વ તૈયારી કરી પશુઓના બચાવ માટે પ્લાનિંગ ના કર્યું ❓આ તમામ સવાલો જનમાનસમાં ઘુમી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરૂચ અને અંકલેશ્વરના અનેક ફેસબુક પેજ અને વ્યક્તિગત એકાઉન્ટમાં પશુઓના મોતના જે વિડિયો અને વિગતો રજૂ થઈ રહી છે તે હચમચાવી મૂકે તેવી છે. એકસાથે અનેક પશુઓ મોતના મુખમાં ધકેલાતા હશે ત્યારે આ બાંધેલા પશુઓના જીવ કેટલા તરફડિયાં મારતાં હશે? તેવા સવાલો સાથે પશુઓના મોતનો ભયંકર મંજર રજૂ થઈ રહ્યો છે. આટલું જ નહિ, હવે અનેક પશુઓ ગુમાવનાર પશુપાલકોની હાલત અને આવકનું એકમાત્ર જીવ નહિ રહેતાં કાળજાં કંપાવે તેવી નોબતનો ચિતાર પણ સોશિયલ મીડિયામાં મૂકાઇ રહ્યો છે. આ ઘટના વચ્ચે અનેક સ્થાનિકોમાં સવાલો છે કે, આ જળપ્રલયના જવાબદારો કોણ? કોની નિષ્ફળતા? કોની બેદરકારી? કોણે અને કેમ પૂર્વ તૈયારી કરી પશુઓના બચાવ માટે પ્લાનિંગ ના કર્યું ❓આ તમામ સવાલો જનમાનસમાં ઘુમી રહ્યા છે.