જનતા@દેવગઢબારીયા: નાડાતોડમાં મનરેગાના અનેક કામો માત્ર કાગળમાં, કૌભાંડીઓને સત્તાનુ પીઠબળ હોઇ કાર્યવાહી અસંભવ?

જાણીએ સમગ્ર અહેવાલ.
 
 
જનતા@દેવગઢબારીયા: નાડાતોડમાં મનરેગાના અનેક કામો માત્ર કાગળમાં, કૌભાંડીઓને સત્તાનુ પીઠબળ હોઇ કાર્યવાહી અસંભવ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં મનરેગાના ભ્રષ્ટાચારની જે ચોંકાવનારી રજૂઆત થઈ તેમાં કાર્યવાહી ઉપર ગંભીર સવાલો છે. એક તરફ તપાસ ટીમ ગણતરીના સમયમાં પાછી જતી રહે અને અરજદારને જીવનું જોખમ ઉભું થાય એટલે ઉંડાણમાં જતાં જે ચિત્ર આવ્યું તે હચમચાવી મૂકે તેવું છે. નાડાતોડ ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત સુધી સત્તામાં બેઠેલાની પહોંચ મોટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખેડૂતોની સંસ્થામાં પણ એક જ પરિવારનો દબદબો છે ત્યારે તપાસવાળા શું પારદર્શક રીપોર્ટ કરશે ? તેની ઉપર શંકાસ્પદ સવાલો બની રહ્યા છે. આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખને પૂછતાં કહ્યું કે, અરજદાર કોઈના દોરવાયા હોવાથી બધું બોલે છે, કામો થયા છે. જોકે પારદર્શક તપાસ માટે લેટર ઉપર સુચના કહેતાં મૌખિક કહ્યું હોવાનું જણાવ્યું હતુ. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં મનરેગાના થોકબંધ કામો માત્ર કાગળ ઉપર હોવાની બૂમરાણ મચી છે. તાત્કાલિક અસરથી અને અરજદારને સાથી રાખી એક એક કામની સ્થળ તપાસ કરવાની થાય છતાં ફરિયાદને આડા પાટે ચડાવવા કોશિશો થઈ રહી છે. એકાદ બે વખત તપાસ વાળા નાડાતોડ ગામમાં મનરેગાના કામોની મુલાકાતે ગયા પરંતુ ના તો કોઈ કાર્યવાહી થઈ ના તો કૌભાંડનો ઘટસ્ફોટ થયો. આવી સ્થિતિમાં થોડું વધારે જાણકારી મેળવતા સત્તાની તાકાત સામે કાર્યવાહી અસંભવ? એવો સવાલ થયો છે. વાંચો નીચેના ફકરામાં


સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને ખેડૂતોની સૌથી મોટી સંસ્થા સહિતના અનેક વહીવટી જગ્યાએ એક જ પરિવારનું વર્ચસ્વ છે. તપાસની ટીમને પણ જરૂરી સુચના અપાવવાની સત્તા આ પરિવારના સભ્ય પાસે છે. આટલુ જ નહિ, દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં વર્ષોથી સત્તાધીશોનો દબદબો અને ધાર્યું કરાવવાની પહોંચ હોવાનું લોકચર્ચામાં છે. હવે આવી પરિસ્થિતિ વચ્ચે શું ટીડીઓ દર્શન પટેલ અને તેમની ટીમ સરકારના હીતમાં પારદર્શક અને તટસ્થ તપાસ કરશે ? મનરેગા એક્ટની જોગવાઈ મુજબ સમય મર્યાદામાં કૌભાંડ શોધી એક્ટમા કરેલ ઉલ્લેખ મુજબની કાર્યવાહી કરશે ? શું આવી વહીવટી હિંમત ટીડીઓ દર્શન પટેલ કરી શકશે ? આગમી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.