રીપોર્ટ@કડી: સુકાની વગરની માર્કેટયાર્ડ, શું ઈરાદાપૂર્વક ચેરમેનની ચૂંટણી વિલંબમાં પાડી?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
કડી આખા ગુજરાતમાં ઔદ્યોગિક અને ગંજબજાર માટે જાણીતું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કડીની કેટલીક સંસ્થા ગુપ્ત રાજનીતિનો ભોગ બનતી જાય છે. તેમાં સૌપ્રથમ જોઈએ તો કડી ગંજબજારને નવા ડીરેક્ટરો મળ્યા પરંતુ સુકાની મળતાં નથી. 6 મહીનાથી કેપ્ટન વગર કડી ગંજબજારનો વહીવટ ચાલી રહ્યો એ કોઈ નાની વાત નથી. 15 સભ્યો માંથી ચેરમેન અને વાઇસ ચેરમેન પસંદ કરવાની ચૂંટણી જાહેર થતી નથી. ખૂબ રાહ જોઈ થાકેલા અને દાવેદાર ગણાતાં દિગ્ગજો ચેરમેન અને વાઇસ ચેરમેન બનવા થનગનાટ કરી રહ્યા પરંતુ ગણગણાટ છે કે, શું કોઈ ઈરાદાપૂર્વક કડી ગંજબજારના સુકાનીની ચૂંટણી રોકી રહ્યું? જાણીએ સમગ્ર અહેવાલ.
મહેસાણા જિલ્લાના ઉંઝા ગંજબજારને વહીવટદાર મળ્યા પરંતુ શાંતિથી ચૂંટણી પૂર્ણ થઈ તેમજ કોઈ વાદવિવાદ પણ નથી તેવા કડી માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ બન્યો છે. છેક ડિસેમ્બર જાન્યુઆરી 2023-24 દરમ્યાન કડી ગંજબજારની ચૂંટણી પૂર્ણ થઈ અને 15 ડીરેક્ટરો ચૂંટાઇને આવ્યા છે. જોકે આ 15 ડીરેક્ટરો માંથી ચેરમેન અને વાઇસ પસંદ કરવાની ચૂંટણી પણ તુરંત થવી જોઈએ છતાં એવું બન્યું નથી. આ વિલંબ સરકારને એટલે કે, જિલ્લા રજીસ્ટ્રારને સમય નથી એવું નથી, કોઈ આચારસંહિતા પણ નથી, વાદવિવાદ પણ નથી, ભાજપ કોંગ્રેસનો પ્રશ્ન પણ નથી. પૂર્વ વાઘ ગણાતો મોટો નેતા ધારે તો કડી ગંજબજારને પલવારમાં ચેરમેન અને વાઇસ ચેરમેન મળે તેવી હાલત છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કડી ગંજબજારના નવા આવેલા ડીરેક્ટરો પૈકી 12 નવા ચહેરા અને 3 જૂના જોગી છે. કુલ 15 ડીરેક્ટરો માંથી ચેરમેન અને વાઇસ ચેરમેન પસંદ થવા વચ્ચે કોઈ મોટી હરીફાઈ કે કાવાદાવા પણ નથી. ખૂબ મોટા કદના પૂર્વ નેતા ઈરાદાપૂર્વક છેક રાજ્ય સ્તરેથી સુચના કરાવી કડી ગંજબજારના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી રોકી રહ્યા હોવાનું જોરશોરથી ચાલી રહ્યું છે. તેમાં વળી એક સ્થાનિક આગેવાને તો નિતીનકાકાનુ નામ આપીને ચોંકાવનારો આક્ષેપ પણ કરી દીધો કે, ચૂંટણી રોકાવી રહ્યા ત્યારે કડી શહેર અને તાલુકો વગર રાજનીતિએ ભેદી અને ગુપ્ત રાજનીતિનો ભોગ બનતું જાય છે.