બેઠક@અમરેલી: ધોરણ 10 અને 12ની પરીક્ષાના આયોજન માટે કલેક્ટરે બેઠક યોજી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની GSOS બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં અભ્યાસ છોડી ગયેલા, રિપીટર, ખાનગી, પૃથક ઉમેદવારો ભાગ લેશે.
પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં શું નક્કી થયું?
જિલ્લા શિક્ષણાધિકારી ડી.એમ. ગોહિલે જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં તા. 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર, 2026 દરમિયાન પરીક્ષા યોજાશે.
ધોરણ 10ની પરીક્ષા: સી.વી. ગજેરા યુનિટ-3 વિદ્યાસભા, લાઠી રોડ, શ્રીમતી ટી.પી. એન્ડ એમ.ટી. ગાંધી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, નાગનાથ મંદિર પાસે, તથા પાઠક સ્કૂલ, તારવાડી, મણિનગર, અમરેલી ખાતે યોજાશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા: શ્રી બી.એન. વિરાણી સેકન્ડરી સ્કૂલ, યુનિટ-2, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે યોજાશે.
કલેક્ટરે પરીક્ષાના સુચારુ સંચાલન માટે પોલીસ વિભાગને તમામ ચાર પરીક્ષા કેન્દ્રો પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત જાળવવા સૂચના આપી હતી.
બેઠકમાં પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ પરીક્ષા કેન્દ્રોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

