વરસાદ@ગુજરાત: 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર જોવા મળી

 રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર 
 
વરસાદ અપડૅટ 2

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે મોડી રાત્રે જુનાગઢ, ભરૂચ, વલસાડ સહિતના કેટલાક શહેરોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ વરસ્યો છે.