વરસાદ@ગુજરાત: 24 કલાકમાં 251થી વધુ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. 
 
વરસાદ@સુરત: વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં 251થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. જેમા સૌથી વધુ રાજકોટમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો.

તે સિવાય કોટડાસાંગાણીમાં સાડા સાત ઇંચ, લોધિકામાં સાત ઇંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય આજે કલ્યાણપુરમાં સવા છ ઈંચ, કાલાવડમાં છ ઈંચ, ભાણવડમાં છ ઈંચ, લાલપુરમાં સાડા પાંચ ઈંચ, રાણાવાવ, ગોંડલમાં પાંચ ઈંચ, દ્વારકા, પોરબંદરમાં પાંચ ઈંચ, જામનગર, જામજોધપુરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.