કાર્યવાહી@મહેસાણા: ખેતરમાં ત્રાટકી પોલીસ, 1.64 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે પણ લાંઘણજ પંથકમાં જુગારીઓ બેફામ બન્યાં હોઇ પોલીસે કાર્યવાહી કરી એકસાથે 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગઇકાલે બપોરના સમયે લાંઘણજ PSIની ટીમે બાતમી આધારે ગામની સીમમાં બોરના મકાનમાં રેઇડ કરી હતી. જોકે ચોક્કસ બાતમી હોઇ તપાસ કરતાં 6 ઇસમો સ્થળ પરથી જુગાર રમતાં મળી આવ્યાં હતા. પોલીસે તમામની
 
કાર્યવાહી@મહેસાણા: ખેતરમાં ત્રાટકી પોલીસ, 1.64 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે પણ લાંઘણજ પંથકમાં જુગારીઓ બેફામ બન્યાં હોઇ પોલીસે કાર્યવાહી કરી એકસાથે 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગઇકાલે બપોરના સમયે લાંઘણજ PSIની ટીમે બાતમી આધારે ગામની સીમમાં બોરના મકાનમાં રેઇડ કરી હતી. જોકે ચોક્કસ બાતમી હોઇ તપાસ કરતાં 6 ઇસમો સ્થળ પરથી જુગાર રમતાં મળી આવ્યાં હતા. પોલીસે તમામની અંગઝડતી અને દાવ પરથી રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.1,64,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને લાંઘણજના મહિલા PSI ટી.બી.વાળા સહિતની ટીમ જુગાર લગત કાર્યવાહી કરવાની કવાયતમાં હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, લાંઘણજ ગામની સીમમાં લક્ષ્મીપુરા નજીક આવેલ પટેલ કિરીટભાઇ રસિકભાઇ (પારસા, તા.માણસા) ના બોરના મકાનમાં પટેલ વિપુલકુમાર ખોડાભાઇ (રહે.પારસા, તા.માણસા) વાળો ઇસમો ભેગા કરી જુગાર રમાડે છે. જેથી પોલીસે નાયબ પોલીસ અધિક્ષકને જાણ કરી વોરંટ મેળવી રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી 6 જેટલાં ઇસમો રંગેહાથે જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા.

કાર્યવાહી@મહેસાણા: ખેતરમાં ત્રાટકી પોલીસ, 1.64 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારી ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં પણ જુગારીઓ બેફામ બન્યાં હોઇ પોલીસ પણ એક્શનમાં આવી છે. લાંઘણજ PSI અને તેમની ટીમે ચોક્કસ બાતમી આધારે જુગારધામ પર રેઇડ કરી કાર્યવાહી કરી હતી. જેમાં ઇસમોની અંગઝડતીમાંથી રોકડ રકમ રૂ.1,21,000 મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ.3,000, દાવ પર પડેલ રોકડ રકમ રૂ.40,000 મળી કુલ કિ.રૂ.1,64,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ ઇસમો સામે લાંઘણજ પોલીસ મથકે જુગારધારાની કલમ 4, 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.