રિપોર્ટ@ગુજરાત: ડૉ. આંબેડકર મુદ્દે મેવાણીએ શાહનું રાજીનામું માંગ્યું, જાણો વધુ વિગતે

ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિવેદન મુદ્દે કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું.
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ડૉ. બાબાસાહેબ આંબેડકર પર નિવેદન મુદ્દે દેશ ભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. દાહોદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિવેદન મુદ્દે કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું.

સાથે જ નરેન્દ્ર મોદી-ભાજપ, અમિત શાહનું રાજીનામું લઈ લે, એનાથી ઓછું અમને કંઈ ખપવાનું નથી કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. દાહોદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પત્રકારોને સંબોધતા મેવાણીએ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકરના નિવેદનનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો.

સાથે જ અમિત શાહના ડો. બાબાસાહેબ આંબેડકરના નિવેદન અને નેહાકુમારી મુદ્દે આવનાર દિવસોમાં દાહોદ જિલ્લામાં પ્રચંડ આંદોલન અને સ્વાભિમાન સંમેલન કરવાનું આયોજન કરવામાં આવનાર હોવાની માહિતી આપી હતી.