દુર્ઘટના@અમદાવાદ: EVના શોરૂમમાં આગ લાગતાં બેટરીઓ ફાટી, મોટું નુકશાન
રુમમાં મોટું નુકશાન ચોક્કસ થયું છે.
Aug 2, 2024, 18:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર અમદાવાદથી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં EV શો રુમમાં આગ લાગી.
ઈલેક્ટ્રીક બેટરીમાં લાગેલી આગ શોરુમમાં પ્રસરી. ધડાકા સાથે આગ લાગતા આસપાસની દુકાનો પણ ખાલી કરાવાઈ હતી. .આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પણ શો રુમમાં મોટું નુકશાન ચોક્કસ થયું છે.