દુર્ઘટના@રાધનપુર: યુવક અને યુવતીએ ઝાડ પર ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા,જાણો શું હશે કારણ
રાધનપુર તાલુકાના થુંબડી વિસ્તારમાં યુવક અને યુવતીએ ઝાડ પર સજોડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી .
Jun 3, 2023, 10:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા છે. આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
રાધનપુર તાલુાકના અમીરપુરા થુંબડી વિસ્તારમાં આજે એક ઝાડ પરથી એક યુવક અને યુવતીના સજોડે ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ કરતા યુવકનું નામ ઠાકોર પ્રવીણ લાલજી અને યુવતીનું નામ અદિતી હસમુખભાઈ રાણા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
યુવક અને યુવતીની સજોડે આત્મહત્યા પાછળ પ્રેમસંબંધ કારણભૂત હોવાનું અનુમાન છે. પોલીસે કારણ જાણવા માટે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

