દુર્ઘટના@સુરેન્દ્રનગર: ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઈક સવારનું સ્થળે જ મોત

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી
 
 દુર્ઘટના@સુરેન્દ્રનગર: ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઈક સવારનું સ્થળે જ મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા નજીક ગવાણા ગામના પાટીયા પાસે ટ્રેઇલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક ચાલકને ટ્રેઇલર હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા નજીરના ગવાણા પાટીયા પાસે ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જો કે આ અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટન માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.