આરોગ્ય@શરીર: પગની ફાટેલી એડી કોમળ બનવા આ 2 વસ્તુ મિક્સ કરીને લગાવો

ચોખાનો લોટ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે
 
 આરોગ્ય@શરીર: પગની ફાટેલી એડી કોમળ બનવા આ  2 વસ્તુ મિક્સ કરીને લગાવો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઠંડીની સિઝન શરૂ થતાની સાથે ફાટેલી એડીની સમસ્યા વધતી જાય છે. એડીમાં ચીરા પડવાને કારણે બળતરા અને ખંજવાળની સમસ્યા વધારે રહે છે. પગની એડીઓને રિપેર કરવા માટે લોકો અનેક પ્રકારની બહારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ પ્રોડક્ટ્સથી તમને ટેમ્પરરી રાહત થાય છે. ઘણી પરિસ્થિતિમાં તમને સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. ઠંડીની સિઝનમાં ડિહાઇડ્રેશનને કારણે સ્કિન ઝડપથી ડ્રાય થવા લાગે છે જેના કારણે ફાટવા લાગે છે.

આમ, ઘણાં બધા લોકોને ઠંડીમાં પગની એડી ફાટી જતી હોય છે. આમ તમને પણ આ સમસ્યા થાય છે તો આ ઉપાયોથી રાહત મેળવો. 

ચોખાનો લોટ અને સરકો

ચોખાનો લોટ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચોખાનો લોટ બેસ્ટ પ્રાકૃતિક એક્સફોલિએટરના રૂપમાં કામ કરે છે જે મૃત કોશિકાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. જ્યારે સરકાની વાત કરવામાં આવે તો એમાં સામાન્ય એસિડ હોય છે જે સુકી અને મૃત ત્વચાને નરમ કરવાનું કામ કરીને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે.

આ માટે બે મોટી ચમચી ચોખાનો લોટ લો અને એમા 5 થી 6 ટીપાં સરકાના મિક્સ કરો. ત્યારબાદ આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ફાટેલી એડીઓ પર લગાવો અને રાત્રે મોજા પહેરીને સૂઇ જાવો. ત્યારબાદ સવારમાં ઉઠીને 10 મિનિટ માટે હુંફાળા પાણીમાં પગ મુકી રાખો. આમ કરવાથી પગની ફાટેલી એડીઓ કોમળ અને સુંદર થઇ જશે. આ ઉપાય તમે દરરોજ કરો છો તો સાત દિવસમાં ફાટેલી એડીઓ મસ્ત થઇ જશે. આ સાથે તમારા પગની સ્કિન પણ સારી થશે.

ચોખાનો લોટ સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. ચોખાના લોટની પેસ્ટ તમે વાળમાં અને ફેસ પર પણ લગાવી શકો છો. ચોખાની પેસ્ટ નિયમિત લગાવવાથી ખીલ અને કાળા ડાઘ દૂર થઇ જાય છે. આ સાથે વાળ સિલ્કી થઇ જાય છે. આમ તમે ફાટેલી એડીમાં આ રીતે ચોખા અને સરકાની પેસ્ટ લગાવશો તો સ્કિન મસ્ત થઇ જશે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.