ચાલાકી@દાહોદ: સભ્યોએ હટાવેલ મનરેગા ડીડીપીસી આજેપણ હુકમનો એક્કો, મોટો ઘટસ્ફોટ

 જાણીએ સમગ્ર અહેવાલ.
 
 
ચાલાકી@દાહોદ: સભ્યોએ હટાવેલ મનરેગા ડીડીપીસી આજેપણ હુકમનો એક્કો, મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગાના પૂર્વ ડીડીપીસીને બધા સભ્યોએ ભેગાં મળીને હોદ્દા પરથી દૂર કરાવ્યો હતો. સામાન્ય સભા મારફતે ડીડીઓ અને ડાયરેક્ટરને કહી આલમને ડીડીપીસી પદેથી દૂર કરી અન્ય હોદ્દો સોંપ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગતિવિધિ અને મનરેગા ગૃપની ચર્ચાથી સામે આવ્યું છે કે, હુકમનો એક્કો આજેપણ તે જ છે. એટલે કે, હાલના ડીડીપીસી ભલે હોદ્દો શોભાવી રહ્યા પરંતુ પડદા પાછળ ડીડીપીસી જેટલો પાવર આલમ પાસે જ છે. જાણકારોના મતે, નિયામક પટેલને આલમ સાથે અત્યંત નિકટતા હોવાથી સભ્યોએ ભલે દૂર કરાવ્યો પરંતુ રૂતબો એવો ને એવો જ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શિતલબેન અને સાથી સભ્યોએ ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા ડીડીપીસી મામલે મોટી કવાયત કરી હતી. સભ્યોએ એકીસાથે અવાજ ઉઠાવી તત્કાલીન ડીડીપીસી આલમ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરી હોદ્દા પરથી દૂર કરાવવામાં સફળ થયા હતા. જોકે આ સફળતાથી જેને તકલીફ થતી હતી તેમણે મેળાપીપણામાં નવો રસ્તો શોધી લીધો છે. સભ્યોના કારણે ડીઆરડીએને ભલે નવા અને પ્રામાણિક ડીડીપીસી મળ્યા હોય પરંતુ રિમોટ કંટ્રોલ તો આલમ પાસે હોવાની બૂમરાણ મચી છે. નિયામક પટેલ મનરેગા બાબતે સૌથી વધુ આલમના સંપર્ક રહે ત્યારે આ સવાલને સમર્થન મળે છે. ગત દિવસે એક ગામનાં લોકો મનરેગાની ફરિયાદ લઈને ગયા ત્યારેપણ નિયામકે ચેમ્બરમાં આલમભાઈને બોલાવી લીધા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોથી માંડી તાલુકા અને જિલ્લા પંચાયતના વહીવટી અને રાજકીય વર્તુળમાં મનરેગા સૌથી મોટી લાભાર્થી યોજના મનાય છે. આથી સૌકોઈ ડીડીપીસી અને એપીઓ તરીકે "પોતાનાં" રાખવા ઈચ્છે છે અથવા પોતાના બની રહે તેવું ઈચ્છે છે. જોકે મનરેગાની વિવિધ કેડરમા ડીડીપીસીનો હોદ્દો અગત્યનો હોવાથી અને નિયામક સાથે સીધો સંપર્ક હોવાથી હોદ્દા ઉપર નથી તેવા "આલમ" આજે ડીડીપીસી નથી છતાં સહેજપણ દબદબો ઘટ્યો નથી. આ દબદબો જાળવી રાખવા કોના આશીર્વાદ છે અથવા કોણ સામેલ છે તે શોધવા અનેક લોકો કામે લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.