ચોમાસુંજામ્યું@ગુજરાત: 18 ડેમો હાઈએલર્ટ અને વોર્નિંગ ઉપર, આ ડેમો અત્યારથી જ છલકાઈ જવા આવ્યા

  • વરસાદની સ્થિતિની સમીક્ષા માટે CM ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વરસાદના કારણે ડોમો  ઓવર ફ્લો થયા છે ,જેના કારણે ગુજરાતના 18 ડેમો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ અપાઈ, કચ્છના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ એમ કુલ સાત ડેમો ઓવર ફ્લો થયા છે. ગુજરાતના 206 ડેમો પૈકી કુલ 18 ડેમો ઉપર હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ ઉપર છે, સંપૂર્ણ છલકાયા હોય તેવા સાત ડેમો પર હાઈએલર્ટ છે જ્યારે 80થી 90 ટકા ડેમો છલકાયા હોય તેવા બે જળાશય પર એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે તે નવ ડેમો ઉપર વોર્નિંગ અપાઈ છે.સરદાર સરોવર સહિતના 207 જળાશયોમાં પાણીનો સંગ્રહ વધીને 41.30 ટકાએ પહોંચ્યો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 53.14 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 ડેમોમાં 49.75 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 47.10 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.19 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 33.73 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 26.98 ટકા પાણી સંગ્રહાયેલો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં 26.85 ટકા વાપરવા લાયક પાણીનો સંગ્રહ છે.વરસાદની સ્થિતિની સમીક્ષા માટે CM ઈમરજન્સી સેન્ટર પહોંચ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ સંદર્ભે રાત્રે 9-30 કલાકે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાહત અને બચાવની કામગીરીની સમિક્ષા કરી હતી. સેન્ટરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં જામનગર અને જુનાગઢની વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. તેમણે જરૂરી સૂચનાઓ આપીને જ્યાં જરૂર હોય ત્યાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી કરવા સૂચનાઓ આપી હતી.