બ્રેકિંગ@વડોદરા: તળાવમાં બોટ પલટી જતા 5 લોકોના મોત અને 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા
વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા
Jan 18, 2024, 18:34 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 3 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટતાં સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો તળાવમાંથી બહાર કાઢવામાં આવેલા વિધાર્થીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં DCP, ACP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.