દુર્ઘટના@હાલોલ: એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતાં 30થી વધુ જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતાં 30થી વધુ SRP જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે, જે પૈકી 04 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે.
હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરીતેળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દહોડ જિલ્લાના પાવડી એસ આરપી ગ્રુપના ૧૫૦ જવાન આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટનાં ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસ ઢાળ ઉતરતા બ્રેક ફેલ થઈ ગઈ હતી.૪૦ કરતા વધારે જવાનો સાથે બસ બેકાબૂ બની કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ.
સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર ૩૦ થી વધુ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. તે જવાનોને સારવાર માટે ૧૦૮ મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં એમને સારવાર કરવામાં આવી હતી. બીજા વધુ ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા. ડોક્ટર હાલ બધા જ જવાનોને સારવાર આપી રહ્યા છે. બીજા જવાનોને જો તકલીફ લાગશે તો તેમણે પણ વડોદરા મોકલવામાં આવશે.