ધાર્મિક@ગુજરાત: શ્રાવણના અંતિમ દિવસે 35 હજારથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

સોમનાથમાં સોમવતી અમાસના સંયોગે ભક્તોનો શ્રદ્ધાસાગર છલકાયો

 
ધાર્મિક@ગુજરાત: શ્રાવણના અંતિમ દિવસે 35 હજારથી વધુ ભાવિકોએ  સોમનાથ મહાદેવના દર્શન કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. : શ્રાવણના અંતિમ દિવસે 35 હજારથી વધુ ભાવિકોએ  સોમનાથ મહાદેવના દર્શન કર્યા.શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું છે. શ્રાવણીયા સોમવારે મહાદેવના દર્શન કરવા શિવભક્તો ઉત્સુક થાય છે. આજે વહેલી સવારે 4.30 કલાકે દર્શાનર્થીઓ માટે મંદિરના કપાટ ખુલ્યા હતા. બાદમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો સંગમ હોવાથી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ તીર્થમાં ઉમટ્યાં છે. સવારે 10 વાગ્યા સુધીમાં 35,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. શિવજીની આરાધનાના શીવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. સવારના 10 વાગ્યા સુધીમાં જ 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી.


આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. સોમવતી અમાસ અને છેલ્લા શ્રાવણીયા સોમવારે મહાદેવના દર્શન કરવા માટે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે દિવસ દરમિયાન ઓયોજીત થતા ધાર્મિક કાર્યક્રમોમાં શિવભક્તો પોતાની હાજરી પ્રત્યક્ષ રાખીને શ્રાવણ મહિનાના અંતિમ દિવસની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આ વિશેષ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યાર બાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.


આજે પવિત્ર શ્રાવણ માસ પૂરો થવા જઈ રહ્યો છે. સોમવતી અમાસના ત્રિવેણી સંગમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો વહેલી સવારથી જ સોમનાથ મંદિરમાં ઉમટી પડ્યા છે. વહેલી સવારે 4.30 કલાકે મંદિરના કપાટ દર્શનાર્થીઓ માટે ખુલતા જ 'જય સોમનાથ અને હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ શિવ નાદથી ગૂંજી ઉઠી હતી.


આજે દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું આયોજન સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું હતું. તેમાં પણ શિવભક્તો સ્વયમ હાજર રહીને શ્રાવણના અંતિમ દિવસ સોમવાર અને સોમવતી અમાસની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરતા જોવા મળશે.