દુર્ઘટના@ગુજરાત: બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4થી વધુ લોકોના મોત

15 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

 
દુર્ઘટના@ગુજરાત: બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4થી વધુ લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ભુજ મુંદ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4થી વધારે લોકોના મોત થયા છે. 15 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને બાબિયા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કન્ટેનર ટ્રેલર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતો અને લાશો રોડ પર વિખેરાઈ હતી.

મિની બસમાં ચાલીસેક લોકો જઈ રહ્યા હતા. ત્યારે બપોરના સમયે ગંભીર અકસ્માત થયો હતો. ઘટનામાં 4થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.